રિલાયન્સ જીયો લાવ્યું છે નવી ઓફર, જાણો પ્લાન
રિલાયન્સ જીયો પોતાના ફ્રી કોલિંગ અને ફ્રી ઇન્ટરનેટના દમ પર પહેલા જ ટેલિકોમ કંપનીમાં ભૂકંપ લાવી ટોપની કંપની બની ચૂક્યું છે. ત્યારે ફરી એક વાર રિલાયન્સ જીયો પોતાના વાયફાઇ રાઉટરનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે જોરદાર ઓફર લાવ્યું છે. રિલાયન્સ પોતાના જીયોફાઇ ગ્રાહકો માટે એક વર્ષ માટે મફત ઇન્ટરનેટ પ્લાનની જાહેરાત કરી છે. આ નવા પ્લાન હેઠળ 4 અલગ અલગ ઓફર આપવામાં આવી છે. ત્યારે જાણો શું છે રિલાયન્સ જીયોની આ ઓફર.

રિલાયન્સ જીઓ ઓફર
રિલાયન્સ જીયોની આ ઓફર માત્ર અને માત્ર તેના જિયોફાઇ રાઉટરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે જ છે. આ રાઉટરની કિંમત 1999 રૂપિયા છે. અને તેને ખરીદનારા ગ્રાહકોને કંપની ચાર સારા પ્લાન આપી રહી છે. જો કે આ પ્લાન લેતા પહેલા તમારે રિલાયન્સની પ્રાઇમ મેમ્બરશિપ લેવી પડશે.

99 રૂપિયા રિચાર્જ
આ પ્લાન લેતા પહેલા તમારે 99 રૂપિયાનું રિચાર્જ કરાવીને તેની પ્રાઇમ મેમ્બરશીપ લેવી પડશે. આ પછી કંપનીના કોઇ પણ એક પ્લાન પર તમે રિચાર્જ કરાવી શકશો. આ માટે તમારી જોડે ચાર પ્લાન છે. જેમાંથી કોઇ એક પર જ તમે 4જી ઇન્ટરનેટનો ફાયદો ઉઠાવી શકશો.

પ્લાન નંબર 1
રિલાયન્સ પોતાના જીયોફાઇ યુઝર્સ માટે 4 પ્લાન લાવી છે. પહેલો પ્લાન 149 રૂપિયાનો છે. આ પ્લાન હેઠળ તમારે 149 રૂપિયાનું રિચાર્જ કરાવી 4 મહિના માટે દર મહિને 2 જીબી ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકશો.

પ્લાન 2
રિલાયન્સ જીયોના બીજો પ્લાન 309 રૂપિયાનો છે. આ પ્લાન હેઠળ તમે 309 રૂપિયાનો રિચાર્જ કરાવી 6 મહિના સુધી દર રોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આમ તમને આ પ્લાન હેઠળ 6 મહિનામાં 168 GB મળશે.

પ્લાન 3
કંપનીનો ત્રીજો પ્લાન 509 રૂપિયાનો છે. જે હેઠળ તમે 6 મહિના સુધી દરરોજ 2 જીબી ઇન્ટનેટ ડેટા મેળવી શકશો. આ 509 રૂપિયાના પ્લાનમાં તમને 224 જીબી ડેટા મળશે.

પ્લાન 4
કંપનીનો ચોથો પ્લાન છે 999 રૂપિયાનો. આ પ્લાન હેઠળ તમે 2 મહિના માટે 120 જીબી ડેટા મળશે. અને દર મહિને તમે 60 જીબી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો.