For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jioની અફલાતૂન ઑફર, 2 મહિના સુધી મળશે ફ્રી ડેટા

રિલાયન્સ જિયો તરફથી તમને બે મહિના માટે બિલકુલ ફ્રી ડેટા મળી રહ્યા છે. જો તમે જિયોના ગ્રાહક છો અને તમારી પાસે ICICIનું ક્રેડિટ કાર્ડ છે તો તમે બે મહિના સુધી ફ્રી ડેટાનો લાભ ઉઠાવી શકો છો.

|
Google Oneindia Gujarati News

જિયો લૉન્ચ થતાની સાથે જ ટેલિકોમ સેક્ટરમાં ખળભળાટ મચી ગયો હતો. હરીફાઈમાં ટકી રહેવા માટે ટેલિકોમ કંપનીઓ વારંવાર લોભામણી ઑફર્સ લૉન્ચ કરી રહી છે. તો હવે જિયો ફરી વખત ગ્રાહકોને મોજ કરાવવા આવી રહી છે. રિલાયન્સ જિયો તરફથી તમને બે મહિના માટે બિલકુલ ફ્રી ડેટા મળી રહ્યા છે. જો તમે જિયોના ગ્રાહક છો અને તમારી પાસે ICICIનું ક્રેડિટ કાર્ડ છે તો તમે બે મહિના સુધી ફ્રી ડેટાનો લાભ ઉઠાવી શકો છો. એટલે કે આ ઑફર ખાસ કરીને આઈસીઆઈસીઆઈના ક્રેડિટ કાર્ડ ધારકો માટે છે. તમને જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા જ જિયોએ SBI સાથે ભાગીદારી કરી હતી, અને હવે ICICI બેંક સાથે ભાગીદારી કરી છે. તો અહીં વિસ્તૃતમાં જાણો આ વિશે..

જિયોના યૂઝર્સ માટે 2 મહિના સુધી ફ્રી ડેટા

જિયોના યૂઝર્સ માટે 2 મહિના સુધી ફ્રી ડેટા

જિયો અને ICICI બેંકે આ ભાગીદારી કરી છે, જે અંતર્ગત ICICI બેંકના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને ખાસ ઑફર મળશે. જિયોએ પોતાના પોસ્ટપેડ યૂઝર્સ માટે ઑફર રજૂ કરી છે, જે અંતર્ગત જો તમે ICICI બેંકના ક્રેડિટ કાર્ડથી જિયો સીમકાર્ડ ખરીદો છો તો તમને 2 મહિના સુધી ફ્રી પોસ્ટપેડ સર્વિસ મળશે. આ ઑફર અંતર્ગત યૂઝર્સને સાતમા પોસ્ટપેડ બિલ પર રેન્ટલ નહીં ચૂકવવું પડે અને 12 મહિનાના બિલ પેમેન્ટ પર કેશબેક મળશે.

Jio: અનલિમિટેડ 4G ડેટા સાથે ફ્રી કોલિંગ, મેસેજ, રોમિંગ 6 મહિના સુધીJio: અનલિમિટેડ 4G ડેટા સાથે ફ્રી કોલિંગ, મેસેજ, રોમિંગ 6 મહિના સુધી

શું છે જિયોનો પ્લાન?

શું છે જિયોનો પ્લાન?

આ ઑફરનો લાભ ઉઠાવવા માટે પોસ્ટપેડ ગ્રાહકોએ ICICI ક્રેડિટ કાર્ડનું સિમ ખરીદ્યા બાદ 6 મહિના સુધી બિલ ભરવાનું રહેશે. 12 મહિનાના બિલનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કર્યું તો ICICI બેંક ક્રેડિટ કાર્ડ ગ્રાહકના અકાઉન્ટમાં કેશબેક આવશે.

BSNL નો નવો પ્લાન, 27 રૂપિયામાં 1GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગBSNL નો નવો પ્લાન, 27 રૂપિયામાં 1GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ

કેવી રીતે ઉઠાવશો આ ઑફરનો લાભ?

કેવી રીતે ઉઠાવશો આ ઑફરનો લાભ?

આ ઑફરનો લાભ ઉઠાવવા માટે તમારે ICICI ક્રેડિટ કાર્ડમાં જિયોના બિલ પેમેન્ટ માટે 'ઑટો પે' ઓપ્સન સિલેક્ટ કરવો પડશે. જે બાદ તમારે માય જિયો એપમાં જિયો પે ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે. બાદમાં તમારા બિલની જાણકારી માંગવામાં આવશે. જિયો ઑટો પે પર જઈને તમારે આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડને સિલેક્ટ કરવાનું રહેશે. બાદમાં માય જિયો એપ એક કન્ફર્મેશન મેસેજ મોકલશે અને તમારો 199 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન શરૂ થઈ જશે. જણાવી દઈએ કે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 25જીબી ડેટા અને ફ્રી એસએમએસની સુવિધા છે.

English summary
Reliance Jio offering free data for two months; here's how to avail the offer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X