
Jio એ લોન્ચ કર્યો Happy New Year પ્લાન, અનેક લાભા સહિત મળશે વધારાની વેલિડિટી
નવી દિલ્હી : દર વર્ષના અંતમાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ Jio પોતાનો હેપ્પી ન્યૂ યર પ્લાન લોન્ચ કરે છે. આ વખતે પણ કંપનીએ આ ઓફર પ્લાન રજૂ કર્યો છે. જો કે, આ વખતે રિલાયન્સ Jioએ નવી ઓફર સાથે રૂપિયા 2,545નો પહેલેથી જ ઉપલબ્ધ પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ ઓફર પ્લાન મર્યાદિત સમયગાળા માટે છે અને તેને Happy New Year પ્લાન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનના અન્ય ફાયદાઓ વિશે વધુ જાણો.

વધારાની વેલિડિટી મળશે
આ Jioનો 11 મહિનાનો પ્લાન છે. જો કે, આ પ્રીપેડ પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે, પરંતુ હવે આ પ્લાન પર 29 દિવસની વધારાની વેલિડિટી આપવામાંઆવી રહી છે.
આનો અર્થ એ થયો કે, Jio નો રૂપિયા 2,545નો પ્રીપેડ રિચાર્જ પ્લાન હવે સંપૂર્ણ 365 દિવસ સુધી ચાલશે. આગામી નવા વર્ષ નિમિત્તે આ પ્લાનમર્યાદિત સમયગાળા માટે રજૂ કરવામાં આવ્યો છે.

શું છે પ્લાનના ફાયદા?
હાલના અને નવા બંને ગ્રાહકો Jio ના હેપ્પી ન્યૂ યર પ્લાનનો લાભ લઈ શકે છે. આ પ્લાન દૈનિક 1.5 GB હાઇ-સ્પીડ ડેટા સાથે આવે છે. Jioના રૂપિયા 2,545 પ્રીપેડપ્લાનમાં તમને અમર્યાદિત વૉઇસ કૉલિંગ લાભ અને દૈનિક 100 SMSનો લાભ મળે છે.
રિલાયન્સનું ટેલિકોમ યુનિટ Jio આ પ્લાન પર કોઈ વધારાના ખર્ચ વગર 29દિવસની વધારાની માન્યતા ઓફર કરી રહ્યું છે. આ પ્લાન આ રીતે કુલ 365 દિવસ ચાલશે.

જાણો બાકીના ફાયદા
અન્ય લાભો વિશે વાત કરીએ તો Jioનો રૂપિયા 2,545 પ્રીપેડ રિચાર્જ પ્લાન Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloudની ઍક્સેસ સાથે આવે છે.
આ પ્લાનમાં તમને દૈનિક 1.5 GB ડેટા મળશે, દૈનિક મર્યાદા પર પહોંચ્યા બાદ પણ તમને 64 kbps સ્પીડ પર ઇન્ટરનેટ મળતું રહેશે.

તમે કેટલો સમય લાભ લઈ શકો છો
રૂપિયા 2,545 પ્રીપેડ રિચાર્જ પ્લાન માટે વધારાની માન્યતા ઓફર મર્યાદિત સમયગાળા માટે જ ઉપલબ્ધ છે. આ ઑફર 2જી જાન્યુઆરી 2022ના રોજ સમાપ્ત થશે.
વધારાની વેલિડિટી સાથે, આ પ્લાન Jio ગ્રાહકો માટે શ્રેષ્ઠ છે, જેઓ લાંબા ગાળાના પ્રીપેડ રિચાર્જ પ્લાન ઇચ્છે છે.Jio પાસે બીજો 365 દિવસનો પ્લાન છે, જેની કિંમત હવે 3,119 રૂપિયા છે. આ પ્લાનમાં તમને દરરોજ 2 જીબી ડેટા મળે છે.
પ્લાનના બાકીના ફાયદા રૂપિયા 2545નાપ્લાન જેવા જ છે, પરંતુ તે 499 રૂપિયાના 1 વર્ષના ડિઝની+ હોટસ્ટાર મોબાઈલ સબસ્ક્રિપ્શન સાથે કોઈ વધારાના ચાર્જ વિના આવે છે.