Jioના નામે જલસા કરાવનાર મુકેશ અંબાણીની અજાણી વાતો

Posted By:
Subscribe to Oneindia News

ગુજ્જુ ભાઇ મુકેશ અંબાણી છે, દેશના સૌથી અમીર વ્યક્તિ અને મોટા ઉદ્યોગપતિ. તેમની ઉંમર તેમના ચહેરા પર નથી દેખાતી ના જ તેમના કામમાં. દર વખતે તે કંઇક નવો પ્રોજેક્ટ લઇને આવે છે જેમાં જોખમ પણ એટલું હોય છે તેને પચાવવા માટે મોટું જીગર જોઇએ. જીયોની જ વાત લઇ લો! જીયો ટેલિકોમ સર્વિસ શરૂ કરવાની સાથે જ તેમને અત્યાર સુધીના તમામ ટેલિકોમ સર્વિસના નિયમોને જડમૂળથી બદલી નાંખ્યા. એટલું જ નહીં જીયોના ચક્કરમાં આઇડિયા અને વોડાફોન એક થઇ ગયા.

Read also: Jioનો આ છે નવો પ્લાન, ભૂલી જાવ સમર સરપ્રાઇઝને!

આ તો વાત થઇ ખાલી જીયોની આ પહેલા પણ તેમણે જે જે વેપારમાં હાથ નાંખ્યો છે લોકો તેમના આફરીન થઇ ગયા છે. અને કદાચ તેમનો આ રિસ્ક અને કંઇક અલગ કરવાનો અંદાજ છે જે તેમને અત્યારે ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ બનાવ્યા છે. ત્યારે મુકેશ અંબાણી કેટલી તેવી વાતો જાણો જે છે દુનિયાથી અજાણી પણ દરેક પોતાના જીવનમાં અપનાવા જેવી. કારણ કે સફળ માણસ પાસેથી સફળતાના પાઠ શીખવા જરૂરી હોય છે...

નવી પેઢી

નવી પેઢી

નવી પેઢીની લઇને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી ખુબ જ આશાવાદી છે. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢી ઉર્જાથી ભરેલી છે. જો આવું તેમના સમયે હોય તો આજે ભારત મહાસત્તા બની ગયું હોત. સાથે જ તેમણે કહ્યું કે આજની યુવા પેઢીમાં મહત્વકાંક્ષા, ઉર્જા અને અવસર ભરપૂર પ્રમાણમાં છે જે કદાચ તેમના સમયમાં નહતા.

ભવિષ્યને લઇને વિચાર

ભવિષ્યને લઇને વિચાર

મુકેશ અંબાણીને જ્યારે પુછવામાં આવ્યું કે શું તે કદી રાજનિતીમાં જવાનું વિચારે છે તો તેમણે કહ્યું કે તે ક્યારેય પણ રાજનિતીમાં નહીં જોડાય. કારણ કે હું રાજનિતી માટે બન્યો જ નથી. જો કે તેમણે કહ્યું કે તે શિક્ષા સાથે જોડાયેલા છે. અને તે અંગે કંઇ ખાસ કરવા ઇચ્છે છે જેથી ગરીબ બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકે. અંબાણીનું માનવું છે તે દેશના કરોડો બાળકોને શિક્ષણ દ્વારા સક્ષણ બનાવવા માંગે છે. જેથી આ બાળકો મોટા થઇને દેશના નિર્માણ માટે કામ કરી શકે. મુકેશ અંબાણી કહ્યું કે જો તેમને અવસર મળ્યો તો તે શિક્ષા અને યુવાઓ માટે કંઇક કરવા માંગે છે.

ફેવરેટ ફૂડ

ફેવરેટ ફૂડ

ઇડલી સાંભાર છે મુકેશ અંબાણીનું ફેવરેટ ફૂડ. ગુજરાતી હોવા છતાં તે આ સાઉથ ઇન્ડિયન ફૂડ પર આફરીન છે. વળી તે અનેક વાર મુંબઇમાં આવેલા મૈસૂર કૈફેની મુલાકાત લે છે. જેથી કરીને તે ત્યાં તેમનો સાઉથઇન્ડિયન ખાવાનો ચટકો પૂરો કરી શકે.

નવરાશમાં શું કરે છે અંબાણી?

નવરાશમાં શું કરે છે અંબાણી?

મુકેશ અંબાણીએ જણાવ્યું કે જ્યારે પણ તે નવરા પડે છે ત્યારે પુસ્તકો વાંચે છે. કે પછી પોતાના મિત્રો સાથે વાત કરે છે. તે સિવાય તેમને દેશ અને દુનિયાના સમાચારો જોવા પણ ગમે છે. તેમણે જણાવ્યું કે તે જીયો પર જ સમાચાર વાંચે છે. કારણ કે જીયોનું નેટવર્ક હાલ ભારતમાં છે સુપર ફાસ્ટ.

રોલ મોડલ

રોલ મોડલ

મુકેશ અંબાણીએ કહ્યું કે તેમના પિતા ધીરુભાઇ અંબાણી તેમના રોલ મોડલ છે. તેમના પિતાએ જે કંઇ પણ શરૂઆત કરી અને તેમની જે ફિલોસોફી છે તેનો તેમના પર ભારે પ્રભાવ નાનપણથી જ પડેલો.

યુવાઓ માટે સંદેશ

યુવાઓ માટે સંદેશ

મુકેશ અંબાણીએ કહ્યું કે જે પણ યુવાનોની ઉંમર હાલ 25 વર્ષ કે તેનાથી નીચેની છે તેમના માટે આ ખાસ અવસર છે. તેમણે કહ્યું કે આવનારા 20 વર્ષ તે ભારત માટે કંઇક ખાસ કરી શકે છે અને આવો મોકો વારંવાર નહીં આવે. માટે તેમણે ભારતની આ પ્રગતિમાં જોડાવવું જોઇએ. તેમણે કહ્યું કે તે દેશના યુવાઓને ભરપૂર મોકો આપવા માંગે છે. તે માટે તેમણે સ્ટાર્ટ અપ અને સ્ટાર્ટઅપ ફંડની પણ તૈયારી કરી છે. જે માટે તેમણે 5 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. જેથી કરીને દેશના નાના શહેરો અને ગ્રામીણ પરિવેશના યુવાનો આગળ આવી શકે.

ઉર્જાનો સ્ત્રોત

ઉર્જાનો સ્ત્રોત

મુકેશ અંબાણી કહે છે કે તેમના બાળકો અને મિત્રો સાથે જ રિલાયન્સમાં કામ કરતા યુવા કર્મચારીઓ સાથે પસાર કરેલો સમય તેમને ખુબ જ ઉર્જા આપે છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તે આ લોકોની વચ્ચે હોય છે તો તેમની ઉર્જા બમણી થઇ જાય છે.

કોણ છે મુકેશ અંબાણી?

કોણ છે મુકેશ અંબાણી?

આ સવાલનો જવાબ તો બધા જ જાણે છે કે મુકેશ અંબાણી દેશના સૌથી સફળ, પૈસાદાર, ઉદ્યોગપતિ છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇડસ્ટ્રીઝના પ્રમુખ છે. અને 23.2 અરબ ડોલરની નીજી સંપત્તિના માલિક હોવાની સાથે જ દુનિયાના સૌથી પૈસાદાર લોકોમાં 33માં નંબરે આવે છે.

English summary
Mukesh Ambani is the richest billionaire in 2017 with $23.2 bn networth, By the way, 10 Thing You Dont Know About Mukesh Ambani.
Please Wait while comments are loading...