For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર સાથે ટકરાવ વચ્ચે RBI બોર્ડની આજે મહત્વની બેઠક

સરકાર સાથે ટકરાવ વચ્ચે RBI બોર્ડની આજે મહત્વની બેઠક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા દિવસોમાં જેવી રીતે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા અને સરકાર વચ્ચે ટકરાવ સામે આવ્યો છે, તે બાદ આજે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મહત્વની બેઠક મળનાર છે. આ બેઠક પર સૌકોઈની નજર છે, જેમાં આ વાત સ્પષ્ટ થશે કે ભવિષ્યમાં સરકાર અને કેન્દ્રીય બેંક વચ્ચે સંબંધ કેવા રહેશે. બેઠકમાં આ વાત પર મહત્વની ચર્ચા થશે કે શું બેંક એનપીએ નિયમ, બેંકના ફંડના ઉપયોગને લઈને સરકારના દબાવ આગળ ઝુકશે કે પછી આકરું વલણ અપનાવશે.

બંને તરફ નરમી

બંને તરફ નરમી

જો કે પાછલા દિવસોમાં બેંક અને સરકાર વચ્ચેના સંબંધ અમુક હદે નરમ જરૂર થયા છે અને બંનેએ વચ્ચેનો રસ્તો કાઢવાની વાત કહી છે. પરંતુ આજે મળનારી બોર્ડની બેઠકમાં એ વાત પર અંતિમ ફેસલો લેવામાં આવશે શું બેંક સરકારના પ્રસ્તાવને સ્વીકારશે?

રિઝર્વ ફંડના ઉપયોગને લઈને દરાર

રિઝર્વ ફંડના ઉપયોગને લઈને દરાર

સૂત્રો મુજબ કેન્દ્રીય બેંકે રિઝર્વ બેંકના ઉપયોગને લઈને બેંક અને સરકાર વચ્ચે ગેમ બગડી શકે છે. જણાવી દઈએ કે બેંક પાસે હાલ 9.5 લાખ કરોડથી પણ વધુનું રિઝર્વ ફંડ છે, જેનો સરકાર ઉપયોગ કરવા માગે છે. સરકારે આ વાતનો પ્રસ્તાવ રાખ્યો હતો કે આ ફંડના એક હિસ્સાનો ઉપયોગ કરવામાં આવે, જ્યારે રિઝ્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે ખુલીને તેનો વિરોધ કર્યો હતો. આ મામલે કેન્દ્ર અને બેંક આમને સામને આવી ગઈ હતી.

સરકાર અને બેંકનો તર્ક શું છે

સરકાર અને બેંકનો તર્ક શું છે

સરકારનો તર્ક છે કે દુનિયાના બીજી બેંકો 16-18 ટકા રૂપિયા રિઝર્વ રાખે છે જ્યારે આરબીઆઈ 26 ટકા રૂપિયા રિઝર્વ રાખે છે, એવામાં બેંક રિઝર્વ રાખેલ રકમનો એક ભાગ સરકારને આપી શકે છે, જેની મદદથી દેશની માળખાકીય જરૂરતોનો વિકાસ કરી શકાય છે. પરંતુ રિઝર્વ બેંકે તર્ક આપ્યો છે કે ભારતની અર્થવ્યવસ્થાની સરખામણી અમેરિકા, જાપાન, ચીન જેવા દેશો સાથે ન કરી શકાય, ભારતમાં બેંકનું માળખું હજુ પણ બહુ મદબૂત નથી, જેથી બેંકને રિઝર્વ ફંડની જરૂરત છે.

ખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફર્યા કરે બાદમાં ઝઘડો થાય એટલે ફરિયાદ નોંધાવી દેખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફર્યા કરે બાદમાં ઝઘડો થાય એટલે ફરિયાદ નોંધાવી દે

English summary
Key board meeting of Reserve Bank of India today many issues to be discussed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X