For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશર એરલાઇન્સનો 60 કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્સ બાકી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kishfisher airline
મુંબઇ, 27 સપ્ટેમ્બર: ખાનગીક્ષ્રેત્રની કિંગફિશર એરલાઇન્સનો સર્વિસ ટેક્સ 60 કરોડ સુધી પહોંચી ગયો છે. ઇન્કમટેક્ષ વિભાગના એક ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એફડીઆઇને પરવાનગીના આપવાના સરકારના નિર્ણયથી દેવાના બોજ હેઠળ દબાયેલી એરલાઇન્સ કંપની પાસેથી બાકી રકમનું નાનું કિરણ છે.

કિંગફિશરે કહ્યું છે કે તેની વિદેશી એરલાઇન્સ કંપનીઓ સાથે એફડીઆઇ લાવવાના મુદ્દે વાત ચાલી રહી છે. આ પગલું ભરવાથી કિંગફિશરના માથેથી નાણાંકીય સંકટ ટળી જશે એવી આશા છે.

મુંબઇના સર્વીસ ટેક્સ કમિશનર સુશિલ સોલંકીએ કહ્યું હતું કે ;કિંગફિશર એરલાઇન્સ સતત સેવા કર ચૂકવવામાં મોડું કરી રહી છે. તે સાપ્તાહિક ભૂગતાન કરી શકતી નથી અને તેના મોટાભાગના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યાં છે.

વિભાગે કિંગફિશરના મોટાભાગના બેંક ખાતાને ફિઝ કરી દિધાં છે અને આ વિમાની કંપની ખૂબ જ સીમિત સંખ્યામાં ઉડાનો પરિચાલન કરે છે. આવા સમયે એરલાઇન્સ માટે બાકી લેણાની ચૂકવણી કરવી મુશ્કેલ છે કારણ કે રોકડનો પ્રવાહ એકદમ રોકાઇ ગયો છે.

કહેવામાં આવે છે કે કિંગફિશરે ગત વર્ષે નવેમ્બરથી યાત્રીઓ સાથે જોડાયેલા સર્વીસ ટેક્સને નિયમિત રીતે જમા કરાવ્યો નથી. તે આ રકમ ઉપયોગ અન્ય ઉદ્દેશો માટે કરી રહી છે. એરલાઇન્સ દ્રારા સર્વીસ ટેક્સ ચૂકવવામાં મોડું કરવામાં આવતાં વિભાગ તેના બેંક ખાતાઓને ફ્રિઝ કરી રહ્યું છે.

વિજય માલ્યા પ્રમોટેડ એરલાઇન્સ પર કુલ 140 કરોડ રૂપિયાની વસૂલી બાકી હતી. તેના બેંકખાતાઓને ફ્રિઝ કર્યા પછી તે 60 કરોડ રૂપિયા પર આવી ગઇ છે. સુશિલ સોલંકીએ કહ્યું હતું કે બાકી રકમની સંપૂર્ણ ચુકવણી મુશ્કેલ છે. આનો એકમાત્ર એ રસ્તો નિકાળી શકાય કે કોઇ વિદેશી ભાગીદારના માધ્યમથી એરલાઇન્સને ધન મળે.' ગઇકાલે બેંગ્લોરમાં માલ્યાએ કહ્યું હતું કે વિદેશી કંપનીઓ સાથે તેમની વાત ચાલી રહી છે.

સુશિલ સોલંકીએ જણાવ્યું હતું કે સાર્વજનિક ક્ષેત્રની એરઇન્ડિયા પાસે પણ વિભાગને 250 કરોડ લેવાના બાકી છે. તેમણે કહ્યું હતું કે એરઇન્ડિયા જણાવ્યું છે કે જલ્દી ઇક્વિટી રોકાણ મળવાની આશા છે ત્યારબાદ તે બાકી નાણાંની ચૂકવણી કરી દેશે.

એક વ્યૂહાત્મક પહેલ હેઠળ સરકારે સરકારે તાજેતરમાં વિદેશી એરલાઇન્સને ઘરેલુ વિમાન કંપનીઓમાં 49 ટકા સુધીની ભાગીદારી ખરીદવાની પરવાનગી આપવામાં આવી છે. હાલમાં કિંગફિશર સાત વિમાનો વડે દરરોજ 50 ઉડાનોનું સંચાલન કરી રહી છે. નાણાંકીય ભીડમાંથી બહાર નીકળવા માટે તેની નજર એફડીઆઇ પર મંડાયેલી છે. કિંગફિશર પર 17 બેંકોનું 7 હજાર કરોડનું દેવું બાકી છે. આ સિવાય તેના પર ઇન્કમ ટેક્સ બાકી છે. એરલાઇન્સનું કુલ નુકશાન 8 હજાર કરોડ રૂપિયાનું છે.

English summary
Kingfisher Airlines continues to default on its service tax dues, amounting to over Rs 60 crore, and the Government move to allow FDI policy in the civil aviation sector offers the “only ray of hope” to recover the dues from the debt-ridden airline, according to a top tax official.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X