For Quick Alerts
For Daily Alerts
'કિંગફિશર' 20 ઓક્ટોબર સુધી નહીં ઉડી શકે
બેંગલોર, 12 ઓક્ટોબર: આર્થિક સંકળામણમાં અને કર્મચારીઓની હડતાળનો સામનો કરી રહેલી કિંગફિશર એરલાયન્સે જણાવ્યું હતું કે તેની સેવા 20 ઓક્ટોબર સુધી બંધ રહેશે. જાહેરાત બાદ ટીકિટોની વેચણી બંદ કરી દેવાઇ છે, પરંતુ જેમણે હડતાળ પહેલા ટીકિટ ખરીદી લીધી હતી તેમને મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કિંગફિશર એરલાઇન્સ આર્થિક સંકટમાં છે જેના કારણે તે પોતાના કર્મચારીઓને પગર પણ ચૂકવી શકતી નથી. જેના કારણે પાયલટ્સ, એન્જિનિયર અને ટેકનિશિયનો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે ઉડાનો રદ કરવી પડી છે.
જોકે કંપનીએ કર્મચારીઓ સાથે વાત કરી હતી, પરંતુ કર્મચારીઓ તેમનો પગાર મળે નહીં ત્યાં સુધી તેઓ કામ પર પાછા નહીં ફરે. કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર અપાયો નથી. પગાર માટે કર્મચારીઓએ એક રેલી પણ નીકાળી હતી. જોકે કંપનીએ 20 ઓક્ટોબર સુધી તમામ ઉડાનો રદ કરી દીધી છે.