આચાર્ય બાલકૃષ્ણ સાજા થયા, જાણો પતંજલિ ગ્રૂપમાંથી કેટલો પગાર લે છે
યોગગુરુ બાબા રામદેવના સહયોગી અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના એમડી આચાર્ય બાલકૃષ્ણ રિશીકેશની એઈમ્સમાં સારવાર લીધા બાદ હવે સંપૂર્ણ સાજા થઈ ચૂક્યા છે અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ પતંજલિ યોગપીઠ પાછા ફરી ચૂક્યા છે. આચાર્ય બાલકૃષ્ણની તબિયત ખરાબ હોવાથી તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. સાજા થયા બાદ આચાર્ય બાલકૃષ્ણએ જાતે ટ્વિટ કરીને કહ્યું,'હોસ્પિટલની યાત્રા પૂરી કરીને પતંજલિ આવી ગયો છું. તમારા બધાની પ્રાર્થના અને શુભકામના માટે હ્રદયથી કૃતજ્ઞ છું.' આચાર્ય બાલકૃષ્ણ યોગગુરુ બાબા રામદેવની સાતે પતંજલિ યોગપીઠ હરિદ્વારના સહસંસ્થાપક છે. ચાલો જાણીએ આચાર્ય બાલકૃષ્ણની પતંજલિમાં શું ભૂમિકા છે અને તેઓ પતંજલિમાંથી કેટલો પગાર લે છે.

પતંજલિ ગ્રૂપના 98.6 ટકા શૅર આચાર્ય પાસે છે
આચાર્ય બાલકૃષ્ણ પતંજલિ યોગપીઠ હરિદ્વારમાં પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર છે. પતંજલિ ગ્રૂપના 98.6 ટકા શૅર આચાર્ય બાલકૃષ્ણના નામે છે. જો કે આચાર્ય બાલકૃષ્મ પતંજલિ ગ્રૂપમાંથી 1 રૂપિયાનો પણ પગાર નથી લેતા. ગત 26 મેના રોજ આચાર્ય બાલકૃષ્ણને સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા UNSDGએ વિશ્વના સૌથી 10 પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યા હતા. માર્ચ 2018માં તેમની સંપત્તિ 6.1 બિલિયન અમેરિકન ડૉલર હતી.

આયુર્વેદના પ્રચાર પસારમાં લાગ્યા છે બાલકૃષ્ણ
મૂળ નેપાળના વતની એવા આચાર્ય બાલકૃષ્ણને આયુર્વેદન અને ઔષધિઓનું ઘણું જ્ઞાન છે, અને તેઓ આયુર્વેદના પ્રચાર પ્રસારમાં જ રચ્યાપચ્યા રહે છે. આચાર્ય બાલકૃષ્ણએ આયુર્વેદ અંગે પુસ્તકો પણ લક્યા છે. કદાચ એટલે જ 4 ઓગસ્ટ 1972ના રોજ જન્મેલા આચાર્ય બાલકૃષ્ણનો જન્મદિવસ પતંજલિ યોગપીઠમાં ઔષધિઓના દિવસ તરીકે મનાવાયા છે. આચાર્ય બાલકૃષ્ણનું તાજેતરમાં જ જીનીવામાં UNSDG હેલ્થકેર સન્માન પણ થયું હતું.

2015-16માં 500 કરોડનું ટર્નઓવર
આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવે 1995માં હરિદ્વારમાં દિવ્ય યોગ ફાર્મસીની સ્થાપના કરી હતી. બાદમાં 2006માં બંનેએ મળીને પતંજલિ આયુર્વેદની સ્થાપના કરી. પતંજલિ આયુર્વેદમાં આયુર્વેદિક અને હર્બલ દવા બનાવવામાં આવે છે. આચાર્ય બાલકૃષ્ણ જાતે જ કહે છે કે તેમણે એક સમયે 50-60 કરોડની લોન લીધી હતી, ત્યારે તેમના નામે કોઈ બેન્કમાં એક પણ ખાતું નહોતું. 2012માં કંપનીનું ટર્નઓવર 450 કરોડ રૂપિયા હતું, જે 2015-16માં વધીને 500 કરોડ થઈ ગયું.

લોકોએ ઉઠાવ્યા સવાલ તો રામદેવે આપ્યા જવાબ
આચાર્ય બાલકૃષ્ણની તબિયત બગડતા તેમને એઈમ્સમાં દાખલ કરાયા હતા, ત્યારે લોકોએ કમેન્ટ કરીને આયુર્વેદ પર સવાલ ઉઠાવ્યા. તેના જવાબમાં સ્વયં બાબા રામદેવે ટ્વિટ કરીને કહ્યું,'જે લોકોએ આચાર્ય બાલકૃષ્ણના આરોગ્ય માટે ચિંતા દર્શાવી તેમના માટે આબાર. જન્માષ્ટમી પર એક વ્યક્તિ પેંડા લઈને આવ્યો હતો, તે ખાઈને તેઓ કેટલાક કલાક બેહોશ થયા હતા. હવે સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. તમારા બધાની પ્રાર્થનાથી અને ભગવાનની કૃપાથી આચાર્ય ઝડપથી સાજા થઈ જશે.'
પતંજલિના ઘટી રહેલા વેચાણ પર બાબા રામદેવે મોટી વાત જણાવી