પત્ની પાસેથી 10 હજાર ઉધાર લઈ શરૂ કરી કંપની, બનાવ્યા 2.5 કરોડ રૂપિયા
આપણા દેશમાં સંખ્યાબંધ લોકો એવા છે, જેમણે મોટી મોટી સફળતા મેળવી છે. તેમાંથી એક કિસ્સો સાત મિત્રોનો છે, જેમણે એક કંપની શરૂ કરી અને સફળ થયા. આ કંપની સ્થાપવાનું તેમનું સપનું આજથી 26 વર્ષ પહેલાનું હતું. તે સમયે આ મિત્રોએ વિચાર્યું કે કંપની શરૂ કરીએ, પરંતુ પૈસાની તકલીફ હતી. આ મિત્રો જ્યારે સાથે બેસતા તો મોટા મોટા સપના જોતા, પરંતુ છેવટે પૈસાની મુશ્કેલી આવતી. પરંતુ એક દિવસ આ જ મિત્રોમાંના એકની પત્નીએ સામે આવી પોતાની તમામ બચત પતિને આપી દીધી. પતિ મુંઝવાયો પરંતુ છેલ્લે પૈસા લઈ લીધા. અહીથી જ નખાયો દેશની એક જાણીતી કંપનીનો પાયો, જેણે દેશના હજારો લોકોને કરોડપતિ બનાવી દીધા. ચાલો જાણીએ કંપનીનો ઇતિહાસ અને લોકોના કરોડપતિ બનવાની વાત.

કોણ હતા મિત્રો અને કઈ છે કંપની
આ કંપનીનું નામ છે ઈન્ફોસિસ. આ કંપનીની શરૂઆત 7 મિત્રોએ કરી હતી. આજે આ કંપની દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની છે. પરંતુ તેના બેન્ચમાર્ક નંબર વન કંપની ટીસીએસને પણ ભારે પડે છે. આજે પણ ઈન્ફોસિસની ગાઈડલાઈનથી દેશનું આઈટી માર્કેટ ચાલે છે. એક સમય એવો હતો કે ઈન્ફોસિસ પોતાની ત્રિમાસિક ગાઈડલાઈન જાહેર કરે અને માર્કેટમાં લોકો અંદાજ લગાવતા હતા કે આગામી સમય આઈટી માર્કેટ માટે કેવો રહેશે. આ કંપનીના સ્થાપકોમાં 1981માં નારાયણ મૂર્તિ, નંદન નિલેકણી, એસ. ગોપાલ કૃષ્ણન, એસ. ડી. શિબુલાલ, કે દિનેશ અને અશોક અરોડા હતા. આ તમામ મિત્રોએ પૂણેમાં ઈન્ફોસિસનો પાયો નાખ્યો.

કોણે આપ્યા હતા 10 હજાર રૂપિયા શરૂ કરવા માટે
જ્યારે આ મિત્રો પૈસાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિએ પોતાની બચતના 10 હજાર રૂપિયા તમામને આપી દીધા. સુધા પોતે એન્જિનિયર હતા અને તેમના કરિયરની શરૂઆત ટાટા ગ્રુપથી થઈ હતી. ટાટા ગ્રુપનો કિસ્સો પણ રસપ્રદ છે. નારાયણ મૂર્તિ રોજ પોતાની પત્ની સુધાને લેવા માટે ટાટાની ઓફિસ જતા હતા. ત્યારે જ જેઆરડી ટાટા ઓફિસથી નીકળીને ઘરે જઈ રહ્યા હતા. તેમણે સુધાને એકલા ઉભા રહેલા જોયા અને સાથે ઉભા રહી ગયા. જ્યાં સુધી નારાયણ મૂર્તિ ન આવ્યા ત્યાં સુધી સાથે ઉભા રહ્યા. જ્યારે નારાયણ મૂર્તિ આવ્યા તો જેઆરટી ટાટાએ તેમને સમયાનુસાર આવવા સલાહ આપી. જેઆરડીના નિધન બાદ ઈન્ફોસિસમાં તેમની મૂર્તિ લગાવવામાં આવી હતી, જે આજે પણ શાનથી રખાઈ છે.

જાણો આઈપીઓની સ્ટોરી
ઈન્ફોસિસની સ્થાપના 1981માં નારાયણ મૂર્તિ, નંદન નિલેકણી, એસ ગોપાલકૃષ્ણન, એસડી શિબુલાલ, કે, નિદેશ અને અશોક અરોરાએ નોકરી છોડીને પૂણેથી કરી હતી. ઈન્ફોસિસ દેશની એ કંપની છે, જેણે સેબીથી પણ આગળ જઈને કોર્પોરેટ ગવર્નન્સના માપદંડ અપનાવ્યા હતા. ઈન્ફોસિ 1993માં પહેલીવાર ઈનીશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ લાવી હતી. 14, જૂન 1993માં મુંબઈ શૅર બજારમાં લિસ્ટ થનારી દેશની પહેલી આઈટી કંપની હતી. આ આઈપીઓમાં મર્ચન્ટ બેન્કર વલ્લભ ભંસાલીની કંપની હતી. આ કંપનીએ આઈપીઓ વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અંતમાં આ આઈપીઓ સફળ સાબિત થયું હતું. કંપનીએ પોતાના શૅર જનતાને ઈશ્યુ પ્રાઈસ 95માં આપ્યા હતા પરંતુ તેનું લિસ્ટિંગ 52 ટકા પ્રીમિયમ એટલે ક 145 રૂપિયા પર થયું હતું. આ પ્રકારે કંપનીએ પોતાના રોકાણકારોને પહેલા જ દિવસથી ફાયદો કરાવ્યો હતો. બાદમાં ઈન્ફોસિસ 1999માં નેસ્ડેક પર લિસ્ટ થનારી પહેલી ભારતીય કંપની બની હતી.

જાણો રોકાણકારોના કરોડપતિ બનવાની કહાની
ઈન્ફોસિસે પોતાના લિસ્ટિંગથી અત્યાર સુધીમાં દર વર્ષે સરેરાશ 36 ટકા રિટર્ન આપ્યું છે. આ જે પણ કંપનીની માર્કેટ કેપ સવા ત્રણ લાખ કરોડ કરતા વધુ છે. જે લોકોએ કંપનીના 100 શેર 95 રૂપિયામાં લીધા હતા. તેની વેલ્યુ આજે 2.5 કરોડ થઈ ચૂકી છે. એટલે કે કંપનીમાં લાગેલા દરેક 95 હજાર રૂપિયા આજે અઢી કરોડ થઈ ચૂક્યા છે. કંપનીના પહેલા દિવસે જેની પાસે માત્ર 100 શૅર હતા, બોનસને કારણએ તેની સંખ્યા 34 હજાર થઈ ચૂકી છે. કંપનીએ 26 વર્ષમાં 11 વાર બોનસ શૅર આપ્યા છે.