કેટલા કમાય છે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ? જાણીને ચોંકી જશો તમે
હાલમાં જ ભારતીય મૂળના અમેરિકી સુંદર પિચાઈ ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટના સીઈઓ બન્યા છે જ્યારે તે પહેલેથી જ ગૂગલના સીઈઓ છે. પિચાઈને આલ્ફાબેટના સંસ્થાપકો લેરી પેજ અને સર્ગી બ્રિને રાજીનામુ આપ્યા બાદ કંપનીના સીઈઓ બનાવવામાં આવ્યા. પરંતુ શું તમે જાણો છો કે આટલી દિગ્ગજ કંપનીઓના સીઈઓ સુંદર પિચાઈ કેટલુ કમાય છે. ગૂગલ દુનિયાનુ સૌથી મોટુ સર્ચ એન્જિન અને એંડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ ડેવલપર છે.

14 કરોડ રૂપિયાથી વધુ
એક રિપોર્ટ અનુસાર સુંદર પિચાઈનુ વાર્ષક વેતન 20 લાખ ડૉલર એટલે કે 14 કરોડ રૂપિયાથી વધુ છે. વળી, તેમને લગભગ 1,704 કરોડ રૂપિયા (24 કરોડ ડૉલર) સ્ટૉક વિકલ્પ તરીકે મલશે. આમાંથી 12 કરોડ ડૉલર એટલે કે 852 કરોડ કરોડ રૂપિયાના સ્ટૉક પિચાઈને ત્રિમાસિક હપ્તે આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર સુંદર પિચાઈની વાર્ષિક Take Away Salary 6.5 લાખ ડૉલર એટલે કે લગભગ 4.5 કરોડ રૂપિયા છે.

સેલેરીમાં થયેલો 200 ટકાનો વધારો
ગયા વર્ષે ગૂગલ સીઈઓના પદ પર રહીને પિચાઈની બેઝિક સેલેરી 4.6 કરોડ રૂપિયા રહી હતી પરંતુ હવે આમાં 200 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે તેમને 19 લાખ ડૉલર એટલે કે લગભગ 135 કરોડ રૂપિયાનુ કુલ વેતન મળ્યુ હતુ જેમાં 4.6 કરોડ રૂપિયાની બેઝિક સેલેરી શામેલ છે. પિચાઈને પ્રદર્શનના આધાર પર પણ સ્ટૉક યુનિટ મળશે, જેની કુલ કિંમત 31.5 કરોડ રૂપિયા છે. સાથે પિચાઈ 63 કરોડ રૂપિયા વાર્ષિક અલગથી મેળવશે. એટલે કે કુલ મળઈને સુંદર પિચાઈની વાર્ષિક સેલેરી 1,718 કરોડ રૂપિયા રહેશે.
આ પણ વાંચોઃ Live: રામલીલા મેદાનમાં આજે પીએમ મોદીની ધન્યવાદ રેલી

ભારતમાં જન્મ્યા છે સુંદર પિચાઈ
તમારી જાણ માટે બતાવી દઈએ કે સુંદર પિચાઈ 1972માં ભારતના ચેન્નઈમાં જન્મ્યા હતા. તેમનુ અસલી નામ પિચાઈ સુંદરરાજન છે પરંતુ તે દુનિયાભરમાં સુંદર પિચાઈના નામથી જાણીતા છે. પિચાઈએ ભારતમાં જ અભ્યાસ કર્યો છે. તેમણે આઈઆઈટી, ખડગપુરથી બેચલર ડિગ્રી લીધા બાદ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાથી એમએસની ડિગ્રી મેળવી અને બાદમાં વૉર્ટન યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યુ. 2004માં તે પ્રોડક્ટ એન્ડ ઈનોવેશન ઑફિસર તરીકે ગૂગલ સાથે જોડાયા હતા. 2011માં તેમણે ટ્વિટર તરફથઈ નોકરીની ઑફર મળી હતી પરંતુ ગૂગલે તેમને વધુ પૈસા આપીને જવા ના દીધા.