IRCTCએ 1 મહિનામાં રોકાણકારોના પૈસા કર્યા 3 ગણા
IRCTCએ પોતાના રોકાણકારોના પૈસા એક જ મહિનામાં ત્રણ ગણા કર્યા છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને શૅર બજારમાં શાનદાર લિસ્ટિંગ કર્યું અને આ તેજી જાળવી રાખી છે. 320 રૂપિયાની ઈસ્યુ પ્રાઈઝ ધરાવતા આ શેર BSEમાં 982 રૂપિયાના ભાવ સુધી પહોંચી ચૂક્યો છે. એટલે કે તેની કિંમત ઈસ્યુ પ્રાઈઝના 3 ગણા થઈ ચૂકી છે. કહી શકાય કે રોકાણકારોને 207 ટકા જેટલું રિટર્ન મળ્યું છે. 982 રૂપિયાના ભાવ શેર માટે રેકોર્ડ ઉંચાઈ પર છે. જો કે આજના દિવસના અંતે શેર 932 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે જોઈએ તો જો કોઈ વ્યક્તિએ આઈપીઓમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોય તો તેમના પૈસા વધીને 3 લાખ થઈ ગયા હશે.

101 ટકા પ્રીમિયમ પર 644 રૂપિયા થયો છે લિસ્ટ
14 ઓક્ટોબરે IRCTCના શેરનું લિસ્ટિંગ થયું હતું. અને 101 ટકા પ્રીમિયમ પર 644 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયા હતા. એટલે કે પોતાના ઈશ્યુના બમણા. તો એ જ દિવસે માર્કેટ બંધ થવા સુધીમાં શેરના ભાવ 729 રૂપિયા પર પહોંચી ગયા હતા. IPOનો ઈસ્યુ પ્રાઈઝ 315-320 રૂપિયા પ્રતિ શેર નક્કી થયો હતો.

તેજસ એક્સપ્રેસને થયો 70 લાખનો નફો
IRCTCની માર્કેટ કેપ બુધવારે 15 હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ઈન્ટ્રા ડેમાં તે 15 હજાર કરોડથી વધુ થઈ ગયું. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે IRCTC સંચાલિત ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસે આ વર્ષે 70 લાખ રૂપિયાનો નફો કર્યો છે. ટિકિટ વેચાણમાંથી તેને3.70 કરોડ રૂપિયાની કમાણી થઈ.

IPO માર્કેટ સારુ
તમને જણાવી દઈએ કે 2019માં પ્રાઈમરી માર્કેટનું પ્રદર્શન સારુ ચાલી રહ્યું છે. આ વર્ષે લિસ્ટ થયેલી મોટા ભાગની કંપનીઓ ઈસ્યુ પ્રાઈસથી 191 ટકા વધારા પર બિઝનેસ કરી રહી છે. IRCTC પહેલા આ વર્ષે 11 IPO આવ્યા છે, જેમાંથી 9ના શેર ઈસ્યુ પ્રાઈઝ કરતા વધુની કિંમત પર છે. INDIAMART ઈન્ટરનમહેશ લિ. ઈસ્યુ પ્રાઈઝથી 105 ટકાના વધારા પર છે. મેટ્રોપોલિસ હેલ્થ કેર, MSTC, એમ્બેસી ઓફિસ, RVNL, ચાલેટ હોટલ્સ, Xelpmoc અને એફલ ઈન્ડિયા પણ સારા સ્તર પર છે.