Budget 2017: આ વસ્તુઓ થઇ મોંઘી, આ વસ્તુઓ થઇ સસ્તી
આજે નાણાં પ્રધાન અરુણ જેટલીએ યુનિયન બજેટ 2017-18ને રજૂ કર્યું. નોંધનીય છે કે આ બજેટની દેશના સામાન્ય નાગરિકોને ભારે આશા હતી કે નોટબંધી પછી સરકાર કંઇક અંશે રાહત આપે. ત્યારે નાણાં પ્રધાન અરુણ જેટલીએ તેમના બજેટમાં નીચે મુજબ વસ્તુઓને સસ્તી અને મોંઘી કરી છે. જેની જાણકારી આ મુજબ છે. જાણો બજેટમાં કંઇ વસ્તુઓ છે થઇ છે મોંઘી અને કઇ સસ્તી.
સિગરેટ
દર વર્ષે સિગરેટના ભાવોમાં કોઇને કોઇ રીતે વધારો કરે છે. જે પાછળ તેમનું એ જ લક્ષ્ય છે કે ઓછામાં ઓછા લોકો આ વ્યસ્નથી મુક્તિ મેળવવા માટે કટિબદ્ધ થાય આ વખતે પણ સરકારે સિગરેટને એક્સાઇઝ અને કસ્ટમ ડ્યૂટીમાં 9 ટકાનો વધારો કર્યો છે. નોન ફિલ્ટર સિગરેટને પણ મોંધી કરવામાં આવી છે. એટલું નહીં તામાકુ પ્રોડક્ટ પર સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારી છે. જેનાથી તમાકુ, ગુટકા જેવી હાનિકારક વસ્તુઓ મોંધી થશે.
આયાતી કાજુ, ચાંદી
આવનારા દિવસોમાં આયાતી કાજુ ખાવા તમારા માટે મોંધા થઇ જશે. બજેટમાં સરકારી આયાતી કાજુની કિંમતો વધારી છે. સ્વદેશી અપનાવોના નારા સાથે આ ફેરબદલ કરવામાં આવી હોય તેમ મનાઇ રહ્યું છે. સાથે ચાંદી પણ મોંધુ થયું છે.
સસ્તું
નોટબંધી પછી ડિજીટલ પેમેન્ટ અને કેશલેશ પેમેન્ટને વધારવા માટે સરકારે આ અંગે કેટલીક ખાસ રાહતો જાહેર કરી છે. જે મુજબ બાયોમેટ્રિક મશીનો, પીઓએસ મશીન, ઓનલાઇન ટિકીટ થઇ સસ્તી થઇ છે. સાથે જ એલએનજી ગેસ પણ સસ્તો થયો છે.