
જો તમારી પાસે LIC પોલિસી છે તો, આ સમાચાર તમારા માટે ખાસ છે
જો તમે એલઆઈસીમાંથી કોઈ પોલિસી લીધી હોય તો આ તમારા માટે એક ખાસ તક છે. ખાસ તક એટલા માટે છે કે જીવન વીમા કોર્પોરેશને તેના વીમાધારકો માટે સ્પેશિયલ રિવાઇવલ કેમ્પેનની શરૂઆત કરી છે. આ Special Revival Camp દ્વારા તમને તે પૉલિસી ફરીથી શરૂ કરવાની તક મળી રહી છે જે કોઈ કારણસર તમારે બંધ કરવી પડી હોય અથવા લાંબા સમયથી તે પોલિસી માટે પ્રીમિયમ ભરી શક્યા નથી અને સમયસર પ્રીમિયમની ચૂકવણી ન થવાને કારણે તમારી પોલિસી લેપ્સ થઇ ગઈ છે.
આ પણ વાંચો: SBI ખાતાધારકો માટે ખુશ ખબર, હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકાશે

એલઆઈસી પોલિસી ધારકો માટે ખાસ તક
એલઆઈસીએ તે પૉલિસીધારકો માટે સ્પેશિયલ રિવાઇવલ કેમ્પેન શરુ કર્યું છે, જેની પ્રીમિયમની ચૂકવણી ન થવાને કારણે પોલિસી લેપ્સ થઇ ગઈ છે. કંપનીએ તેના માટે 30 માર્ચ, 2019 સુધીનો સમય નક્કી કર્યો છે. આનો અર્થ એ છે કે જો તમારી પોલિસી લેપ્સ થઈ ગઈ છે, તો તમે તેને ફરીથી 30 માર્ચ સુધીમાં શરૂ કરી શકો છો. આ માટે તમારે એમાઉન્ટ ભરવું પડશે. એલઆઈસીના રિવાઇવલ કેમ્પેનમાં તે પોલિસી ધારકોને લાભ મળશે, જેમણે તેમની પોલિસીને સરેન્ડર કરી નથી.

લેટ ફીસ પર રાહત મળશે
આ કેમ્પમાં તમારે બંધ નીતિને ફરીથી શરૂ કરવા માટે લેટ ફીસ ચૂકવવાની રહેશે, પરંતુ તમને તેનો પર છૂટ પણ મળી રહી છે. પૉલિસીને રિવાઇવલ કરવાથી ગ્રાહકોને ડેથ બેનિફિટ્સ પણ મળશે.

આ સુવિધા મળશે
તમે એલઆઈસીની બંધ પડેલી પોલીસી વિશે તમે દાવો કરી શકતા નથી, પરંતુ તમારી પાસે 30 માર્ચ સુધી તક છે કે તમે તમારી બંધ પડેલી પોલિસીને રીન્યુ કરાવી શકો છો. કોઈપણ લેપ્સ પૉલિસીને રિવાઇવલ કરવાથી તમને ડેથ બેનિફિટ્સ પણ મળશે. પૉલિસી ધારકની અચાનક મૃત્યુ થવા પર, નોમિનીને તમામ પૈસા મળી જશે. તમને જણાવી દઈએ કે પોલિસી બંધ થાય ત્યારે તમને તે પોલિસીથી સંબંધિત કોઈ ફાયદા નથી મળતા. આ સ્પેશિયલ રિવાઇવલમાં કોઈ પણ પોલિસીને ફક્ત એકવાર ફરીથી શરૂ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે તેના માટે તે પણ આવશ્યક છે કે તે પૉલિસી લેપ્સ થયાનો સમય 3 વર્ષથી વધુ ન હોવો જોઈએ.