
LICનુ શેર માર્કેટમાં થયુ લિસ્ટીંગ, ખુલતા જ જબરદસ્ત ટ્રેડિંગ શરુ
મુંબઈઃ લાઈફ ઈન્સ્યોરન્સ કૉર્પોરેશનનો શેર આજે શેર બજારમાં લિસ્ટ થઈ ગયો છે. આ પ્રસંગે બીએસઈના ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પલ્બિક અસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ કહ્યુ કે આ એક મહત્વપૂર્ણ ઘટના છે. એલઆઈસીનો આઈપીઓ પ્રધાનમંત્રી મોદીના વિઝનને અનુરુપ છે. ભારત સૌથી મહત્વપૂર્ણ ઉભરતા બજારોમાંનુ એક છે. આ દશકમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થામાંનુ એક હશે.
માર્કેટમાં લિસ્ટ થતાની સાથે જ LICના શેરમાં જબરદસ્ત ટ્રેડિંગ શરૂ થઈ ગયું છે. જો કે, પ્રી-ઓપનિંગમાં શેર રૂ. 872 પર ખૂલ્યો હતો અને રૂ. 918ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે રૂ. 860ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. 10 વાગ્યે આ શેરે ઓપન માર્કેટમાં તેજી દર્શાવવાનું શરૂ કર્યું છે. લોકોને આશા છે કે તેમને આ સ્ટોકમાંથી સારો લિસ્ટિંગ ફાયદો મળશે. જો કે, LICનો સ્ટોક લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતરે છે કે કેમ તે જોવાનું રહેશે.
એવી અપેક્ષા હતી કે LIC તેની ફાળવણી કિંમત 949 પર સૂચિબદ્ધ કરશે પરંતુ બજારમાં તે BSC પર રૂ. 867.20ના ભાવે એટલે કે રૂ. 8.62ના ડિસ્કાઉન્ટ પર લિસ્ટેડ થયુ હતુ. એટલે કે આ લોકોને આ શેર IPO 949ની કિંમત કરતાં 81.80 રૂપિયા સસ્તો મળ્યો છે. એટલે કે આ લોકોને આ શેર IPO 949ની કિંમત કરતા 81.80 રૂપિયા સસ્તો મળ્યો છે. તમને જણાવી દઈએ કે એલઆઈસીએ ઈશ્યુ પ્રાઇસ 949 રૂપિયા રાખી હતી. જેના દ્વારા કંપનીએ 20557 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. તે LIC પોલિસી ધારકો અને છૂટક રોકાણકારોને અનુક્રમે રૂ. 889 અને રૂ. 904માં આપવામાં આવી હતી. આજે સ્ટોક લિસ્ટિંગ BSE અને NSE બંને પર થયુ હતુ.