For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલીવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સનું સ્ટાર્ટઅપ્સમાં રોકાણ, જાણો

બોલીવૂડના અનેક મોટા સ્ટાર્સ અને ક્રિકેટર્સ કરી રહ્યા છે સ્ટાર્ટઅપ અને ઓનલાઇન સ્ટોર્સમાં રોકાણ, ત્યારે જાણો કયો સ્ટાર્સ કયા ઓનલાઇન સ્ટાર્સ કે સ્ટાર્ટઅપ સાથે જોડાયેલો છે. વિગતવાર વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

આજકાલ અનેક ઓનલાઇન સ્ટાર્ટઅપ્સ છે જેમાં બોલીવૂડના જાણીતા સ્ટાર્સ અને ક્રિકેટર્સ તેમના પૈસાનું રોકાણ કરી રહ્યા છે. અને આ દ્વારા પોતાની કમાણી ડબલ કરી રહ્યા છે. એટલું જ નહીં હાલ તો તમામ જાણીતા બોલીવૂડ સ્ટાર્સની રોકાણ માટે પહેલી પસંદગી ઓનલાઇન સ્ટાર્ટઅપ્સ બની ગયા છે. એક્ટર હોય કે એક્ટ્રેસ તે લોકો પોતાનો નાના સ્ટાર્ટઅપ્સની સાથે કામ કરી રહ્યા છે. સાથે તે આ કંપનીનું બ્રાન્ડિંગ પણ કરે છે. આ જ કારણ છે કે કેટલીક કંપનીઓમાં સ્ટાર્સ જાહેરાત કરવા માટે કંપનીમાં ભાગીદારી માંગી રહ્યા છે. ત્યારે જાણો બોલીવૂડના જાણીતા સ્ટાર્સ કયાં સ્ટાર્ટઅપમાં પોતાનું રોકાણ કરે છે.

અમિતાભ બચ્ચ્ન- Ziddu

અમિતાભ બચ્ચ્ન- Ziddu

Ziddu એક સિંગોપોર આધારિત ઓનલાઇન સ્ટોરેજ અને શેયરિંગ સોલ્યૂશન સ્ટાર્ટઅપ છે. આ સ્ટાર્ટઅપમાં અમિતાભ બચ્ચને લગભગ 2.5 લાખ ડોલરનું રોકાણ કર્યું છે. અને હાલ તેમનું આ સ્ટાર્ટઅપ રોકાણ તેમને ફાયદો પણ કરાવી રહ્યું છે.

સચિન તેંડુલકર - સ્માર્ટ્રોન

સચિન તેંડુલકર - સ્માર્ટ્રોન

સચિન તેંડુલકરે હાલમાં જ ટેકનોલોજી કંપની સ્માર્ટ્રોન અને ટૂ ઇન વન નોટબુક લોન્ચ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમણે આ બન્ને કંપનીઓમાં રોકાણ કર્યું છે. સાથે જ તેંડુલકર આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. જો કે તેમણે આ કંપનીમાં કેટલું રોકાણ કર્યું છે તે અંગે સ્પષ્ટપણે કંઇ જાણી નથી શકાયું. સાથે જ આ કંપની જલ્દી જ કન્ઝ્યૂમર ટૂલ્સ લોન્ચ કરશે અને ક્લાઉડ સ્ટોરેજ, રાઉટર્સ, સ્ટોરેજ જેવી વસ્તુઓ પણ આવનારા દિવસોમાં લોન્ચ કરે તેવી સંભાવના છે.

સલમાન ખાન - યાત્રા.કૉમ

સલમાન ખાન - યાત્રા.કૉમ

સલમાન ખાન ખાલી બોલીવૂડના જાણીતા સુપરસ્ટાર જ નથી પણ પર્યટન ઓપરેટર કંપની યાત્રા.કોમના 7 ટકાની ભાગીદાર પણ છે. તેમણે ઓનલાઇન ટ્રાવેલ કંપની Yatra.comમાં રોકાણ કર્યું છે. સલમાન આ સ્ટાર્ટઅપ સાથે જોડાવાની સાથે જ તેને પ્રચાર પ્રસારમાં પણ મદદ કરી રહ્યા છે. જેથી ઘરનો પૈસા ફરીથી ઘરમાં જ આવતો રહે!

યુવરાજ સિંહ - વાયોમ, Uber

યુવરાજ સિંહ - વાયોમ, Uber

ક્રિકેટર યુવરાજ સિંહે સૌંદર્ય અને વેલનેસ એપ વ્યોમો અને ઉબેર મિની ટ્રક મૂવો તથા જેટસેટગો જેવી પ્રાઇવેટ એરક્રાફ્ટ કંપનીમાં પણ રોકાણ કર્યું છે. સાથે જ યુવરાજે સિંહે અન્ય સ્ટાર્ટઅપને સહારો આપવા માટે VC ફર્મ YouWeCan વેન્ચર્સની પણ સ્થાપના કરી છે.

અનિલ કપૂર - ઇંડી

અનિલ કપૂર - ઇંડી

બોલીવૂડ અભિનેતા અનિલ કપૂરે વીડિયો સોશ્યલ નેટવર્ક ઇંડી ડોટ કોમ (Indi.com)માં રોકાણ કર્યું છે. રોકાણ કેટલું છે તે અંગે તો કોઇ સ્પષ્ટતા નથી મળી પણ આ એક ઓનલાઇન વીડિયો સોશ્યલ નેટવર્ક છે જે દુનિયાભરના લોકો અને બ્રાન્ડ સાથે જોડાયેલું છે. જેમાં ઉપભોગ્તા વીડિયો દ્વારા અનેક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર ઇંડી ડોટ કોમના માધ્યમથી શેયર કરી શકે છે.

કરિશ્મા કપૂર - બેબીઓઇ ડોટ કોમ

કરિશ્મા કપૂર - બેબીઓઇ ડોટ કોમ

બોલીવૂડનો જાણીતો ચહેરો કરિશ્મા કપૂર Babyoye.com સૌથી મોટી શેયર હોલ્ડર છે. ઉલ્લેખનીય છે કે બેબીઓય.કોમ એક ઇ કોમર્સ સ્ટોર કંપની છે. જે બાળકાના પ્રોડક્ટ બનાવે છે. આ કંપનીનું સંચાલન નેસ્ટ ચાઇલ્ડકેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની કરે છે. અને આ કંપનીમાં કરિશ્મા કપૂરના 26 ટકા શેયર છે.

મનોજ વાજપાઇ

મનોજ વાજપાઇ

2015માં બોલીવૂડના અભિનેતા મનોજ વાજપાઇએ ઓવર ધ ટોપી અને વીડિયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ, મુવીઝમાં રોકાણ કર્યું હતું. જેમાં તમે ધર્મ, ક્લાસિક અને સ્વતંત્રતાથી જોડાયેલી ફિલ્મો જોઇ શકો છો.

English summary
Here is a list of celebrities with investments in technology. Check it out and see if your favorite one is there or not.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X