મુકેશ અંબાણી માટે લકી સાબિત થયું Lockdown, દર કલાકે 90 કરોડ કમાયા
નવી દિલ્હીઃ કોરોનાને કાબૂમાં રાખવા માટે માર્ચમાં લગાવવામા આવેલ લૉકડાઉનની શરૂઆતથી એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને માર્કેટ કેપિલના હિસાબે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2020 મુજબ મુકેશ અંબાણી સતત 9મા વર્ષે ભારતના સૌથી અમીર વ્યક્તિ રહ્યા છે. તેમની સંપત્તિ 2.77 લાખ કરોડ રૂપિયાથી વધીને 6.58 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અમેરિકી પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સિલ્વર લેકના રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રિપાયના રોકાણના 2 દિવસ બાદ આ નવી રેંકિંગ સામે આવી છે. 7500 કરોડ રૂપિયાની આ ડીલના આધારે રિલાયન્સ રિટેલની વેલ્યૂ 4.21 લાખ કરોડ છે.

ડેબ્ટ ફ્રી રિલાયન્સનો ટાર્ગેટ પૂરો
અંબાણીએ રિલાયન્સની ડિજિટલ એકમ માટે 20 અબજ ડોલરનું ફંડીંગ કર્યું છે. જેના રોકાણમાં ફેસબુક, કેકેઆર વગેરે સામેલ છે. આ ફંડિંગથી રિલાયન્સને ડેબ્ટ ફ્રી કરવાનો મુકેશ અંબાણીનો ટાર્ગેટ પણ પૂરો થઈ ગયો છે. આનાથી અંબાણીની સંપત્તિમાં ઘણો વધારો થયો છે, જ્યારે બીજી તરફ કેટલીય કંપનીઓની બેલેંસ શીટ કોરોનાને પગલે ઘટી છે. હવે 63 વર્ષીય અંબાણીએ ફ્યૂચર ગ્રોથ હાંસલ કરવા માટે પોતાની નજર ટેક અને રિટેલ પર જમાવી લીધી છે. અંબાણીની મહત્વકાંક્ષાઓમાં ચીનના અલીબાબા જેવા ઘરેલૂ ઈ-કોમર્સ દિગ્ગજ કંપની તૈયાર કરવી સામેલ છે.

રોકાણ લોભાવવામાં અવ્વલ
અંબાણીએ જે સેક્ટરમાં પણ શરૂઆત કરી વિદેશી રોકાણકારોએ એ સેક્ટરમાં પૈસા લગાવવા માટે મુકેશ અંબાણીને જ પસંદ કર્યા. હાલ લેટેસ્ટ હુરુન લિસ્ટમાં એવા 828 વ્યક્તિ છે જેમની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. આ સંખ્યા પાંચ વર્ષ પહેલાની સરખામણીએ ત્રણ ગણી વધી છે. જે 828 વ્યક્તિએ આ યાદીમાં જગ્યા બનાવી છે, તેમાં 627ની સંપત્તિમાં વધારો થયો છે, જ્યારે 229 વ્યક્તિઓની સંપત્તિ આ અવધિમાં ઘટી છે. આ યાદીથી બહાર થનારાઓની સંખ્યા 75 છે, જ્યારે પાછલા રેંકિંગના છ લોકોના મોત થયાં છે. આ યાદીમાં 162 લોકોએ પોતાનું ડેબ્યૂ કર્યું.

ભારતની સૌથી અમીર મહિલા
32400 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સ્મિતા અને કૃષ્ણા રેંકિંગમાં સૌથી અમીર ભારતીય મહિલા છે. જે બાદ કિરણ મજૂમદાર-શૉ 31600 કરોડ રૂપિયા સાથે લિસ્ટમાં બીજા નંબરે છે. તેઓ બાયોકોનના પ્રમુખ છે. યાદીમાં કુલ 21 વ્યક્તિ 40 વર્ષથી ઓછી ઉંમર છે, જેમાંથી 17 વ્યક્તિ સેલ્ફ મેડ છે. આ 828 લોકોની કુલ સંપત્તિ 821 અબજ ડોલર છે.