For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્વેસ્ટમેન્ટ માટે સારું રેટિંગ ધરાવતા બેસ્ટ ટેક્સ સેવિંગ ફંડ્સ

|
Google Oneindia Gujarati News

નાણાકીય વર્ષને પુરું થવામાં હજી થોડો સમય બાકી રહ્યો છે ત્યારે આ સમયે ટેક્સ સેવિંગ સ્કીમ્સ માટે સાચો સમય છે. આ સ્કીમ્સમા્ં ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ સૌથી આકર્ષક બની રહે છે.

અમે અહીં એવા ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ ફંડ દર્શાવી રહ્યા છીએ જે ટેક્સ સેવિંગની સાથે બચત કરવામાં પણ ઉપયોગી છે...

બીએનપી પરિબાસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ

બીએનપી પરિબાસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ


જાન્યુઆરી 2006માં આ સ્કીમ રજૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં સ્કીમમાં સરેરાશ 11.90 ટકા રિટર્ન મળ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફિક્સ યીલ્ડિંગ સાધનોમાં આ સૌથી વધારે રિટર્ન છે. છેલ્લા ત્રણ વર્ષમાં રિટર્નની સરેરાશ 30 ટકા રહી છે. આ ઉપરાંત આ ફંડ સારો પોર્ટફોલિયો પણ ધરાવે છે. જેમાં એચડીએફસી બેંક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, આઇડિયા સેલ્યુલર, ઇન્ડસઇન્ડ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકનો સમાવેશ થાય છે. વેલ્યુ રિસર્ચ ઓનલાઇન દ્વારા તેને 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. તેમાં એસઆઈપી મારફતે રૂપિયા 500ના લઘુત્તમ રોકાણથી શરૂઆત કરી શકાય છે.

ટાટા ટેક્સ એડવાન્ટેજ ફંડ 1

ટાટા ટેક્સ એડવાન્ટેજ ફંડ 1


ટાટા ટેક્સ એડવાન્ટેજ ફંડ 1 ફેબ્રુઆરી 2006માં લોન્ચ થયો હતો. તેમા્ં છેલ્લા ઘણા વર્ષોથી 12 ટકાનું સતત વળતર મળતું રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં 23 ટકા રિટર્ન મળ્યું છે. તેના પોર્ટફોલિયોમાં પણ એચડીએફસી બેંક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, આઇડિયા સેલ્યુલર, ઇન્ડસઇન્ડ બેંક જેવા સ્ટોક્સ છે. તેમાં એસઆઇપીમાં લઘુત્તમ 500ના રોકાણથી બચત કરી શકાય છે.

રેલિગેર ઇન્વેસ્કો ટેક્સ પ્લાન

રેલિગેર ઇન્વેસ્કો ટેક્સ પ્લાન


વર્ષ 2006માં રજૂ થયેલા આ પ્લાનમાં છેલ્લા વર્ષોમાં 16.28 ટકાનું રિટર્ન મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેણે 63 ટકાનું ઊંચું વળતર આપ્યું છે. વેલ્યુ રિસર્ચ ઓનલાઇન દ્વારા તેને 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. તેના પોર્ટફોલિયોમાં એચડીએફસી બેંક, મારૂતિ સુઝુકી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસી, એચસીએલ ટેક્નોલોજીસ, ફેડરલ બેંક વગેરે શેર્સ છે.

તારણ :

તારણ :


ઉપરની તમામ સ્કીમ્સ સારી છે. તેમાં ઇન્કમ ટેક્સની કલમ 80સી હેઠળ કર બચત કરી શકાય છે. જોકે મ્યુચ્યુઅલ ફંડમાં વળતર માર્કેટ રિસ્કને આધારે હોય છે.

English summary
A Look at the Best and Highly Rated Tax Saving Funds in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X