For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓછા જોખમમાં સારુ વળતર આપતા સ્ટોક

શું તમે એવા સ્ટોક શોધી રહ્યા છો, જે સારુ વળતર આપતા હોય, પરંતુ તેમાં જોખમ ઓછું હોય ? આવા શેર ઓળખવા માટેની રીત શેર દ્વારા મળતા વળતરને પ્રતિ યુનિટ જોખમના આધારે રેટિંગ આપવાનું છે.

|
Google Oneindia Gujarati News

શું તમે એવા સ્ટોક શોધી રહ્યા છો, જે સારુ વળતર આપતા હોય, પરંતુ તેમાં જોખમ ઓછું હોય ? આવા શેર ઓળખવા માટેની રીત શેર દ્વારા મળતા વળતરને પ્રતિ યુનિટ જોખમના આધારે રેટિંગ આપવાનું છે. જોખમને એક મર્યાદિત સમય દરમિયાન સરેરાશ વળતરની તુલનામાં એક સ્ક્રીપના પરત આવવાના રૂપમાં સમજવામાં આવે છે.

ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ

ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ

આ કંપની કસ્ટમાઈઝ બિઝનેસ પ્રોસેસ સર્વિસ આપે છે. ICICI સીધી જ પોતાના સુરક્ષિત વ્યવહાર પાઈપલાઈન અને બંધક વેપાર ટ્રેક્શનને કારણે આ સ્ટોકને લઈ ઉત્સાહિત છે, અને 2018-19માં સારા માર્જિનની અપેક્ષા રાખે છે. આ સ્ટોકમાં 1 જાન્યુઆરીથી લઈ 13 ઓગસ્ટ 2018 સુધીમાં 58.14 ટકા રિટર્ન મળ્યુ છે.

જેન્સર ટેક્નોલોજીઝ

જેન્સર ટેક્નોલોજીઝ

આ કંપની ITને લગતી સલાહ અને અન્ય સર્વિસ આપે છે. ડોલૈટ કેપિટલે રૂપિયાની કિંમત ઘટતા અને કંપનીના અકાર્બનિક વિકાસને કારણે આગામી ત્રણ વર્ષ માટે રેવન્યુ અંદાજને અપગ્રેડ કર્યો છે. મોટા સોદા અને સ્વસ્થ માર્જિન સુધરતા નજીકના સમયમાં લાભ વધી શકે છે. આ સ્ટોકે 1 જાન્યુઆરીથી 13 ઓગસ્ટ 2018 વચ્ચે 47.14 ટકા વળતર આપ્યું છે.

ફાઈઝર (Pfizer)

ફાઈઝર (Pfizer)

આ એક રિસર્ચ બેઝ્ડ જૈવ ફાર્માસ્યૂટિકલ કંપની છે, જે હેલ્થકેર ઉત્પાદનોની શોધ, વિકાસ અને નિર્માણનું કામ કરે છે. ફર્સ્ટ કૉલ રિસર્સના રિપોર્ટ મુજબ ગ્રામીણ આરોગ્ય કાર્યક્રમો પર ભાર મૂકવો, જીવન રક્ષક દાવો અને રસી બનાવવી, ફાઈઝર અને ઉદ્યોગોના વિકાસનું મહત્વનું કારણ છે. આ કંપનીના સ્ટોકે 1 જાન્યુઆરી અને 13 ઓગસ્ટ 2018 વચ્ચે 38.64 ટકા વળતર આપ્યું છે.

કોટક મહિન્દ્રા બેન્ક

કોટક મહિન્દ્રા બેન્ક

જે પી મોર્ગન કંપનીના નિષ્ણાતોનું કહેવું છે કે, ખાનગી ક્ષેત્રની આ બેન્કની બેલેન્સ શીટ એક અદ્વિતિય પ્રતિસ્પર્ધી અપાવે છે. આ બેન્કમાં લાંબા ગાળાના પર્ફોર્મિંગ સ્ટોક છે, જે કોઈ જોખમ વગર ભરપૂર વળતર આપે છે. આ કંપનીના સ્ટોકે 1 જાન્યુઆરીથી 13 ઓગસ્ટ 2018 વચ્ચે 28.54 ટકા વળતર આપ્યું છે.

ઈન્ડસઈન્ડ બેન્ક

ઈન્ડસઈન્ડ બેન્ક

આ એક નવી પેઢીની ખાનગી બેન્ક છે, જેની દેશભરમાં હજારથી વધુ બ્રાન્ચ છે. અને લગભગ 1800 જેટલા એટીએમ છે. બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સ મુજબ બેન્કને 2018-19માં વધુ નફો, વધુ રેવન્યુ જનરેટ થાય તેવી શક્યતા છે. જેને પગલે તેની ક્રેડિટ માંગ વધી છે. કોર્પોરેટ સેગમેન્ટના માર્કેટમાં ભાગીદારી થવાની પણ શક્યતા છે કારણ કે જાહેર ક્ષેત્રની બેન્ક પોતાની ગુણવત્તામાં કમી અને ઓછી મૂડીને કારણે માર્કેટ છોડી રહ્યા છે.

English summary
Low Risk Stocks That Have Delivered High Returns
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X