For Quick Alerts
For Daily Alerts
રાંધણગેસના બાટલાની સંખ્યા વધીને 9 થઇ શકે છે
નવી દિલ્હી, 3 નવેમ્બર: ભારે વિરોધ બાદ સરકાર સબસિડી વાળા રાંધણ ગેસના બાટલાની સંખ્યામાં વધારો કરી શકે છે. સમાચાર અનુસાર સરકાર સબસિડીવાળા ગેસ સિલેન્ડરની સંખ્યામાં વધારો કરવા પર વિચાર કરાઇ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યા 6થી વધારીને 9 કરવા પર વિચાર કરાઇ રહ્યો છે. સપ્ટેમ્બરમાં સરકારે એક જ પરિવારને વર્ષના 6 સિલિન્ડર પૂરા પાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સરકારે શુક્રવારે સબસિડી વગરના રાંધણ ગેસના બાટલાના ભાવમાં 26.5 રૂપિયાના વધારાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ગુરૂવારે જ ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના છ બાટલા ઉપરાંતના વધારાના સિલિન્ડરમાં 26 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.
પેટ્રોલિયમ મંત્રી વિરપ્પા મોઇલીએ જણાવ્યું હતુ કે એલપીજીના ભાવ વધારનો નિર્ણય માત્ર ઓઇલ કંપનીઓ પર છોડી દેવામાં આવી શકે નહી. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે જેના પગલે કોંગ્રેસ ભાવમાં ઘટાડો અને બાટલામાં વધારો કરી રહી હોય તેવું લાગે છે.