For Quick Alerts
For Daily Alerts

આનંદો! સબસિડીવાળા સિલિન્ડરમાં થઇ શકે છે વધારો
નવી દિલ્હી, 1 ડિસેમ્બર: કેન્દ્ર સરકાર સબસિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડરની સંખ્યામાં વધારો કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રી એમ. વીરપ્પા મોઇલીના જણાવ્યા અનુસાર એક-બે દિવસમાં આ અંગે કોઇ નિર્ણય લેવાઇ શકે છે. આ મુદ્દે પાર્ટીની અંદર ચાલી રહેલી ગરમા-ગરમી હેઠળ તેની સંખ્યા વધારીને 9 કરાય તેવી શક્યતા છે.
લોકસભામાં શુક્રવારે પ્રશ્નકાળ દરમિયાન બધી જ પાર્ટીઓના સાંસદોએ સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા વધારવાની માંગ કરી છે. લોકસભામાં વિપક્ષી નેતા સુષમા સ્વરાજે જણાવ્યું કે એલપીજીને લઇને આખા દેશમાં હોબાળો મચ્યો છે. માટે સરકારે આના પર ફરીથી વિચાર કરવો જોઇએ. તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ તો સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યા 24 સુધી કરી નાખવા માગ કરી દીધી હતી.
આ અંગે પેટ્રોલિયમ મંત્રી એમ. વીરપ્પા મોઇલીએ જણાવ્યું કે સરકાર આના પર જરૂર વિચાર કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે આ અંગે એક-બે દિવસમાં આ અંગે કોઇ નિર્ણય લેવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે જેના પગલે કોંગ્રેસ ભાવમાં ઘટાડો અને બાટલામાં વધારો કરી રહી હોય તેવું લાગે છે.
Comments
gas cylinder lpg oil company price hike subsidy congress cooking gas કોંગ્રેસ ઓઇલ કંપની સબસિડી ગેસ બાટલા ભાવ
English summary
The annual cap on the number of subsidized cooking gas cylinders per household is likely to be raised from six to nine.
Story first published: Saturday, December 1, 2012, 15:34 [IST]