ગૃહિણીનું બજેટ ખોરવાશે, લૉકડાઉન 5ના પહેલા જ દિવસે રાંધણ ગેસ મોંઘો થયો
નવી દિલ્હીઃ લૉકડાઉન 5ના પહેલા દિવસે જ જનતાને જોરદર ઝાટકો લાગ્યો છે. 1 જૂનના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી ગેસ સિલિન્ડર માટે તમારે પહેલાથી વધુ કિંમત ચૂકવવી પડશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન મુજબ આંતરરાષ્ટ્રીય સ્તર પર એલપીજીના ભાવમાં વધારો થય બાદ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે અને આજેથી ગેસ સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. LPGના ભાવમાં વધારો થયા બાદ દિલ્હીમાં રાંધણગેસના ભાવ પ્રતિ સિલિન્ડર 593 થઈ ગયા છે. જો કે આ વધારાની અસર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પર નહિ પડે, કેમ કે તેમને આગલી 30 જૂન સુધી મફતમાં ગેસ સિલિન્ડર મળશે.

આજેથી સિલિન્ડર મોંઘો થયો
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત વધ્યા બાદ દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. 14.2 કિલોવારા સબ્સિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 593 રૂપિયા પર પહોંચી ગઈ છે જે અત્યાર સુધી 581.50 રૂપિયા હતી. જ્યારે 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 11139.50 રૂપિયાએ પહોંચી ગઈ છે. જ્યારે કોલકાતામાં હવે 14.2 કિલોવાળા એલપીજી સિલિન્ડરના ભાવ 616 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં હવે સિલિસન્ડર 590.50 રૂપિયામાં મળશે, જ્યારે ચેન્નઈમાં 606.50 રૂપયા થઈ ગઈ છે.

ગુજરાતમાં રાંધણ ગેસની કિંમત શું છે?
- 5 કિલોવાળા ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમત ₹ 223.0
- 47.5 કિલોવાળા સિલિન્ડરની કિંમત ₹ 2842.0
- 19 કિલોવાળા કોમર્સિયલ સિલિન્ડરની કિંમત ₹ 1138.0
- 14.2 કિલોવાળા ડમેસ્ટિક સિલિન્ડરની કિંમત ₹ 598

19 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં 110 રૂપિયાનો વધારો
જ્યારે 19 કલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 110 રૂપિયાન વધારો થયો છે. હવે દિલ્હીમાં 19 કિલોવાળા સિલિન્ડર 1139.50 રૂપિયામાં મળશે, જે અત્યાર સુધી 1029.50 રૂપિયામાં મળતો હતો. જ્યારે કોલકાતામાં તેની કિંમત 1087.50 રૂપિયાથી વધીને 1193.50 રૂપિયા થી ગઈ છે. ચેન્નઈમાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 1254 રૂપિયા પર પહોંચી ગઈ છે.

મે મહિનામાં ભાવ ઘટ્યા હતા
ગેસ સિલિન્ડરની વધતી કિંમતો આજેથી લાગૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે અગાઉ મે અને એપ્રિલમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો નંધાયો હતો. એપ્રિલ અને મેમાં સતત બે મહિના સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં કટૌતી જોવા મળી હતી. મે મહિનામાં તો ગેસ સિલિન્ડર 162થી વધુ રૂપિયાએ સસ્તું થયું હતું. આ કટૌતી બાદ દિલ્હીમાં 14.2 કિલો વાળા બિનસબ્સિડી એલપીજી સિલિન્ડર 162.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સસ્તા થયા હતા. જેને પગલે કિંમત ઘટીને 611.50 રૂપિયા થી ગઈ. પરંતુ આજે સરકારે ગેસ સિલિન્ડર મોંઘા કરી દીધા છે.
રાજસ્થાન બોર્ડર પર BSFના જવાનની ધગધગત તડકા સાથે જંગ, તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું