For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 વર્ષમાં આટલા મોંઘા થયા સબસિડીવાળા LPG સિલિન્ડર

LPG સિલિન્ડરના ભાવ સતત છ મહિનાથી વધી રહ્યા છે, આ ભાવ વધારાને કારણે સામાન્ય જનતા નારાજ છે. આ મહિને પણ LPGના ભાવ વધારાયા હતા.

|
Google Oneindia Gujarati News

LPG સિલિન્ડરના ભાવ સતત છ મહિનાથી વધી રહ્યા છે, આ ભાવ વધારાને કારણે સામાન્ય જનતા નારાજ છે. આ મહિને પણ LPGના ભાવ વધારાયા હતા. પરંતુ ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવ વધારાયા છે. જેને પગલે લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. આ વધારો LPG ડીલર્સના કમિશન વધારાયા બાદ કરાયો છે. જાહેર ક્ષેત્રની રિટેઈલ ઈંધણ કંપનીઓની કિંમતના નોટિફિકેશન મુજબ 14.2 કિલોના સબસિડી વાળા LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 507.42 રૂપિયા છે. પહેલા આ કિંમત 505.34 રૂપિયા હતી.

તમને જણાવીએ કે પાછલા 4 વર્ષમાં સબસિડીવાળા સિલિન્ડરના ભાવ કેટલા વધ્યા છે.

સબસિડીવાળા રાંધણ ગેસની કિંમતમાં વધારો

સબસિડીવાળા રાંધણ ગેસની કિંમતમાં વધારો

1 જૂન 2014થી 7 નવેમ્બર 2018 સુધી LPG સિલિન્ડરની કિંમતનો ભાર તમારા ખિસ્સા પર કેટલો વધ્યો છે, તે જાણીને તમને આશ્ચર્ય થશે. સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 1 જૂન, 2014ના રોજ 414 રૂપિયા હતી. છેલ્લા 7 નવેમ્બરે તેનો ભાવ વધ્યો છે, અને પ્રતિ સિલિન્ડર સબસિડીવાળા LPGની કિંમત 507.42 રૂપિયા થઈ છે. આ કિંમતો દિલ્હીની છે. 1 જૂન 2014થી 7 નવેમ્બર 2018 સુધીમાં સબ્સિડાઈઝ્ડ LPG સિલિન્ડરના ભાવમાં 93.42 રૂપિયાનો વધારો થયો છે.

12 સિલિન્ડર સુધી મળે છે સબસિડી

12 સિલિન્ડર સુધી મળે છે સબસિડી

1 સપ્ટેમ્બર, 2016ના રોજ સબ્સિડાઈઝ્ડ LPG સિલિન્ડરની કિંમત 425.06 રૂપિયા હતી. 7 નવેમ્બર 2018 સુધી તેની તિંમતમાં 82.36 રૂપિયા વધી ચૂક્યા છે. જણાવી દઈએ કે સબસિડીવાળા રસોઈ ગેસમાં આ ભાવ વધારો છઠ્ઠી વખત છે. ત્યારથી લઈને અત્યાર સુધી ભાવ 14.13 રૂપિયા વધી ગયો છે. LPG ગ્રાહકોને બજાર મૂલ્ય પ્રમાણે સિલિન્ડર ખરીદવું પડે છે. હાલ સરકાર એક વર્ષમાં 14.2 કિલો વાળા 12 સિલિન્ડર પર જ સબસિડી આપે છે.

સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો

સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો

જો વાત સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કરીએ તો સવાર 4 વર્ષમાં તેમાં પણ 37.5 રૂપિયાનો વધારો થયો છે. 1 જૂન 2014ના રોજ તેની કિંમત 95 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી, જે 7 નવેમ્બર 2018ના રોજ 942.50 રૂપિયા થઈ છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમતમાં 37.50 રૂપિયાનો વધારો થયો છે. તો બીજી તરફ 1 સપ્ટેમ્બર 2016 અને હાલની કિંમતની સરખામણી કરીએ તો તેમાં જબરજસ્ત વધારો થયો છે. 1 સપ્ટેમ્બર 2016ના રોજ સબસિડી વાળા LPG સિલિન્ડરની કિંમત 477 રૂપિયાનો વધારો થયો છે.

19 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરના ભાવમાં વધારો

19 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરના ભાવમાં વધારો

હવે એ જાણો કે 1 જૂન 2014ના રોજ 19 કિલોવાળા LPG સિલિન્ડરની કિંમત કેટલી હતી. 1 જૂન 2014ના રોજ આ સિલિન્ડરનો ભાવ 1515 રૂપિયા હતો. 7 નવેમ્બર 2018 સુધીમાં તેની કિંમત વધીને 1614.50 રૂપિયા થઈ ચૂકી છે. આ કિંમત દિલ્હીની છે. જો 1 સપ્ટેમ્બર 2016ની કિંમત સાથે હાલની કિંમતની સરખામણી કરીએ તો આ મોટો વધારો છે. 1 સપ્ટેમ્બર 2016ના રોજ 19 કિલોવાળા LPG સિલિન્ડરની કિંમત 871 રૂપિયા હતી. એટલે કે 7 નવેમ્બર સુધીમાં તેમાં 743.50 રૂપિયા વધ્યા છે.

English summary
price hike in lpg cylinder from 1 june 2014 to november 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X