India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG cylinder price Hike : દિવાળી પહેલા મોંઘવારીનો માર, વધ્યાં રાંધણ ગેસના ભાવ

|
Google Oneindia Gujarati News

LPG cylinder price Hike : એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી સામાન્ય માણસ પરેશાન છે, તો બીજી તરફ LPG સિલિન્ડરના ભાવ વધારાના કારણે સામાન્ય માણસ મોંઘવારીના બેવડા મારનો સામનો કરી રહ્યો છે. નવેમ્બરના પહેલા દિવસે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 265 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે મોટી રાહત છે.

ભાવ વધારા બાદ આ નવા ભાવ છે

ભાવ વધારા બાદ આ નવા ભાવ છે

  • દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 2,000 રૂપિયામાં મળશે.
  • મુંબઈમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 1,950 રૂપિયામાં મળશે.
  • કોલકાતામાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 2,073.50 રૂપિયામાં મળશે.
  • ચૈન્નાઈમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2,133 રૂપિયામાં મળશે.
આ અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સોમવારના રોજ 35 પૈસાનો વધારો થયો છે.

જે બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 109.69 રૂપિયા પ્રતિ લિટરછે, જ્યારે ડીઝલની કિંમત 98.42 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

આજથી ગેસ બુકિંગના નિયમો બદલાશે

આજથી ગેસ બુકિંગના નિયમો બદલાશે

LPG બુકિંગનો નિયમ પણ આજથી બદલાઈ ગયો છે. હવે તમે OTP દ્વારા જ ગેસ બુક કરી શકશો.

જો તમારો મોબાઈલ નંબર ગેસ એજન્સીમાં નોંધાયેલા નથી, તોતમારા ફોન નંબર પર OTP આવશે નહીં અને તમે ગેસ બુક કરાવી શકશો નહીં, તેથી હવે દરેક વ્યક્તિએ પોતાનો કાર્યકારી મોબાઈલ નંબર ગેસ એજન્સીમાં રજિસ્ટરકરાવવો પડશે.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો

આ પહેલા ઓક્ટોબરમાં પેટ્રોલિયમ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો કર્યો હતો.

જે બાદ દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોનાLPG સિલિન્ડરની કિંમત હવે 899.50 રૂપિયા થઈ ગઈ છે.

વિરોધીઓએ મોદી સરકાર પર નિશાન સાધ્યું

વિરોધીઓએ મોદી સરકાર પર નિશાન સાધ્યું

વિપક્ષોએ વધતી મોંઘવારી માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી છે. આ માટે કોંગ્રેસ સતત મોદી સરકારને ટોણો મારી રહી છે, જ્યારે સપા-બસપાએ પણ મોંઘવારી મુદ્દેકેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે.

English summary
LPG cylinder becomes costlier by Rs 265 on 1st Nov, check rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X