LPG Cylinder Price: ગુડ ન્યૂઝ! સસ્તુ થયુ, LPG સિલિન્ડર, જાણો હવે શું છે નવા રેટ?
LPG Cylinder Price Reduced Today: ચૂંટણીના ધમાસાણ વચ્ચે જૂન મહિનાની પહેલી તારીખે લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે, આજે સવારે ઈંધણ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે.
આ ઘટાડો કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર પર થયો છે. આજથી કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે, ઘટાડા બાદ હવે ચારેય મહાનગરોમાં કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આ મુજબ થઈ ગઈ છે. દિલ્હીમાં રૂ. 1676, મુંબઇમાં રૂ. 1,629, કોલકાતામાં રૂ. 1,787 અને ચેન્નાઇમાં રૂ. 11,840.50.
તમને જણાવી દઈએ કે આ સતત ત્રીજો મહિનો છે જ્યારે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મે મહિનામાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે એપ્રિલમાં 30-32 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે હોટલ અને દુકાનોમાં કૉમર્શિયલ સિલિન્ડરનો મોટાપાયે ઉપયોગ થાય છે. જૂનમાં ઘટાડો આ વખતે ઘણો વધારે છે, જે ચોક્કસપણે લોકો માટે મોટી રાહત છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઘરેલુ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં - રૂ. 903.00 મુંબઇમાં - રૂ. 902.50 ચેન્નાઇમાં - રૂ. 918.50 કોલકાતામાં - રૂ. 929.00 બેંગલુરુમાં - રૂ. 905.50 ચંદીગઢમાં - રૂ. 912.50 જયપુરમાં - રૂ. 906.50માં પટનામાં - રૂ. 1,001.00 છે.
હવે દરેક વ્યક્તિ માટે એલપીજી માટે કેવાયસી કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે E-KYC એટલે ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કન્ફર્મેશન. ગ્રાહકે ડિસ્ટ્રીબ્યુટર ઓફિસની મુલાકાત લેવી જોઈએ. ત્યાં આધાર કાર્ડની ચકાસણી કરાવો. ગેસ સિલિન્ડર પર સબસિડીનો લાભ ગ્રાહકોને મળવા લાગશે.
પહેલો રસ્તો એ છે કે તમે કસ્ટમર કેર નંબર અથવા ગેસ એજન્સીના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ગેસ બુક કરી શકો છો. આ માટે તમારે દર્શાવેલ તમામ પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. બીજો રસ્તો SMS દ્વારા છે, આ માટે તમારે ગેસ એજન્સીનું નામ, STD કોડ અને ડિસ્ટ્રીબ્યુટર નંબર મોકલવો પડશે. ત્રીજો રસ્તો WhatsApp દ્વારા છે, આ માટે તમારે 7588888824 નંબર પર REFILL મેસેજ મોકલવો પડશે. ચોથો રસ્તો Mylpg.in વેબસાઈટ પર જઈને ગેસ બુક કરવાનો છે.












Click it and Unblock the Notifications
