LPG Price Hike: ફરીથી મોંઘુ થયુ ઘરેલુ ગેસ સિલિન્ડર, આ વખતે વધ્યા 25 રૂપિયા, જાણો રેટ

દેશની રાજધાની દિલ્લીમાં એક વાર ફરીથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરીથી વધારો થયો છે.

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં એક વાર ફરીથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરીથી વધારો થયો છે. દિલ્લીમાં સબસિડીવાળા LPGના ભાવમાં આજથી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ 14.2 કિલોગ્રામવાળા એલપીજીના ગેસ સિલિન્ડરના ભાવ હવે 794થી વધીને 819 રૂપિયા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે 25 ફેબ્રુઆરીએ પણ એલપીજીની ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એલપીજીની કિંમતોમાં વધારો એવા સમયમાં કરવામાં આવી રહ્યો છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલેથી આકાશને આંબી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં કુલ ત્રણ વાર ગેસ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ હતુ વિચિત્ર નિવેદન

ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ હતુ વિચિત્ર નિવેદન

ગયા શુક્રવારે ઘરેલુ ગેસ સિલિન્ડરના વધેલા ભાવો પર કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાને ખૂબ વિચિત્ર નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે ઠંડીના કારણે સિલિન્ડરના ભાવ વધ્યા છે. ઠંડી ઘટશે તો ભાવ ઘટી જશે. આ આંતરારાષ્ટ્રીય મામલો છે. જેમ જેમ ઠંડી ઘટશે તેમ તેમ ભાવ પણ ઘટશે, હજુ ડિમાન્ડ વધુ છે.

વિરોધીએ સાધ્યુ હતુ નિશાન

વિરોધીએ સાધ્યુ હતુ નિશાન

ધર્મેન્દ્ર પ્રધાનના આ વિચિત્ર નિવેદન પર વિરોધીઓએ તેમને આડેહાથ લીધા હતા. રાજ્યસભા સાંસદ અને શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ રસોઈ ગેસના આકાશને આંબતા ભાવો માટે આપેલા એક નિવેદન માટે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર કટાક્ષ કરીને કહ્યુ હતુ કે, 'આહ! જળવાયુ પરિવર્તન ઈંધણની વધતી કિંમતો માટે જવાબદાર છે માટે ભારતીયો, આપણે પોતાના કારોમાં સુહાના સફર માટે સુહાની મોસમની રાહ જોવી જોઈએ, અને અહીં બધી ઉચ્ચ ઉત્પાદ કિંમત માટે ભારત સરકારની બિનજરૂરી ટીકા કરી રહ્યા છે. ભગવાનની ઈચ્છા અને કાર્ય જ આની પાછળનુ વાસ્તવિક કારણ છે.'

ફેબ્રુઆરી પહેલા ડિસેમ્બર 2020માં વધ્યા હતા રસોઈ ગેસના ભાવ

ફેબ્રુઆરી પહેલા ડિસેમ્બર 2020માં વધ્યા હતા રસોઈ ગેસના ભાવ

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2021માં સબસિડીવાળા રસોઈ ગેસ(14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર)ના ભાવ વધારાયા નહોતા. જાન્યુઆરી મહિનામાં ગેસના ભાવ 94 રૂપિયા પર સ્થિર હતા. વળી, એક ડિસેમ્બર 2020થી 594 રૂપિયાથી સિલિન્ડરના રેટ વધારીે 644 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. તમે ઘરે બેઠા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરી શકો છો. આના માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવાનુ રહેશે. https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર જઈને તમે તમારા શહેરના એલપીજી ગેસ સિલિન્ડરના રેટ ચેક કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X