ખુશખબરીઃ LPG સિલિન્ડરની કિંમતમાં 133 રૂપિયાનો ઘટાડો, જાણો કારણ
LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો આવ્યો છે. સબસિડીવિનાના એલપીજી સિલિન્ડરના ભાવ 133 રૂપિયા નીચે આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ઘટ્યા બાદ સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 133 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં 6.52 રૂપિયાની ઘટાડો થયો છે. નવા ભાવ 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાતની લૂટેરી અભિનેત્રી પકડાઈ, ડાંસમાં બોલાવી બનાવતી વાંધાજનક વીડિયો

આજથી આ ભાવમાં મળશે સિલિન્ડર
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર બાદ 1 ડિસેમ્બરથી સિલિન્ડર નવા ભાવમાં ઉપલબ્ધ રહેશે. દિલ્લીમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડર હવે 942.50 રૂપિયાના બદલે 809.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર મળશે. વળી સબસિડીવાળા સિલિન્ડરનો ભાવ 1 ડિસેમ્બરથી 507.42 રૂપિયાની જગ્યાએ 500.90 રૂપિયા થઈ જશે.

કેમ થયો ભાવમાં ઘટાડો?
આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ઘટવાથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ડૉલરના મુકાબલે રૂપિયાની મજબૂત સ્થિતિના કારણે કુકિંગ ગેસના ભાવ ઘટ્યા. કાચા તેલના ભાવોમાં ઘટાડો અને રૂપિયાની મજબૂતીના કારણે ઓઈલ માર્કેર્ટિંગ કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો.

6 મહિના સતત વધારા બાદ થયો ઘટાડો
તમને જણાવી દઈએ કે આ પહેલા 6 મહિના સુધી સિલિન્ડરના ભાવ સતત વધ્યા બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આ પહેલા જૂનથી સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 14 રૂપિયાથી વધુનો વધારો થઈ ચૂક્યો છે. 1 નવેમ્બરથી જ સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં 2.84 રૂપિયા અને 9 નવેમ્બરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ભાજપના પૂર્વ CMએ કોંગ્રેસ નેતાને કહ્યુ, 'તમારી સરકાર બની રહી છે'