LPG Price Hike: મોંઘવારીની માર, ફરીથી મોંઘો થયો રાંધણ ગેસ, જાણો તમારા શહેરના રેટ
નવી દિલ્લીઃ દેશમાં ફરીથી એક વાર સામાન્ય જનતા પર મોંઘવારીની માર પડી છે. ઘરેલુ એલપીજી સિલિન્ડર એટલે કે 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ હવે 1000 રૂપિયાથી વધુ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે7 મેના દિવસે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 19 કિલોગ્રામવાળા કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
રાંધણ ગેસના ભાવ
દિલ્લીઃ 1003 રૂપિયા
મુંબઈ - 1003 રૂપિયા
કોલકત્તા - 1029 રૂપિયા
ચેન્નઈ - 1018 રૂપિયા
કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ
દિલ્લીઃ 2354 રૂપિયા
મુંબઈ - 2306 રૂપિયા
કોલકત્તા - 2454 રૂપિયા
ચેન્નઈ - 2507 રૂપિયા
તમને જણાવી દઈએ કે આ પહેલા રાંધણ ગેસના ભાવમાં 7 મેના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. વળી, આ પહેલા કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જે બાદ તેની કિમત 2253 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી ગઈ હતી.