For Quick Alerts
For Daily Alerts
હવે સાતમો ગેસનો બાટલો મળશે 922 રૂપિયામાં
નવી દિલ્હી, 1 નવેમ્બર: ઓઇલ કંપનીઓએ સબસિડી વગરના ગેસના બાટલાના ભાવ ગુરૂવારે 26.50 રૂપિયા વધારીને 922 રૂપિયા કરી દેવાયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધવાને કારણે કંપનીઓએ આ વધારો કર્યો છે.
રાંધણ ગેસ ઉપભોક્તાઓને સસ્તા ભાવે મળનાર છ સિલેન્ડર ઉપરાંત મળનાર સિલેન્ડરના હવે 922 રૂપિયા ચૂકવવા પડશે. સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં પ્રત્યેક પરિવારને વર્ષના 6 ગેસ સિલિન્ડર નક્કી કરી દીધા હતા. દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ 410.42 રૂપિયા છે. જેનાથી વધારે એટલે કે સાતમો ગેસનો બાટલો માંગનાર ગ્રાહકને 922 રૂપિયા ચૂકવવા પડશે.
ઓઇલ કંપનીઓએ જણાવ્યું કે સબસિડીવાળા સિલિન્ડરનો ભાવ દર મહીનાની પહેલી તારીખે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ અનુસાર વધતા-ઘટતા રહેશે. ગ્રાહકો પર બજાર ભાવ પ્રમાણે સિલિન્ડર ખરીદવામાં કોઇ અંકુશ નથી.