For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics: વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ભારતમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 માર્ચઃ ભારતની સૌથી મોટી એસયૂવી બનાવનાર કંપની મહિન્દ્રાએ પોતાની વિજળીથી ચાલતી કાર રેવા ઇ2ઓને રજૂ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે તે વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. દિલ્હીમાં આ કારની કિંમત 5 લાખ 90 હજાર રૂપિયા છે એટલે કે 11000 ડોલર. ભારતમાં રજૂ કરવામાં આવ્યા બાદ આગામી વર્ષે આ કારને આફ્રિકા અને યૂરોપના બજાબમાં રજૂ કરવામાં આવશે.

વિશ્વભરમાં વેચાતી કાર્સની કિંમત પર નજર ફેરવીએ તો નિસાનની લીફની કિંમત 33000 યૂરો(અંદાજે 2311000 રૂપિયા), મિત્સુબીસીની આઇએમઆઇઇવી 31125 ડોલર( 1682000 રૂપિયા) અને રૈનોની જોઇની કિંમત 13650 પાઉન્ડ(1114000 રૂપિયા) છે. મહિન્દ્રા ઇ2ઓની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિકલાક છે અને એક ચાર્જમાં આ કાર 100 કિ.મી ચાલી શકે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ કારને રજૂ કરતા કહ્યું કે, ભવિષ્યમાં યાતાયાતને લઇને આ અમારી વ્યક્તિગત દ્રષ્ટિ છે. આપણે પ્રદૂષણ રહિત ભવિષ્ય બનાવવું પડશે. મહિન્દ્રાએ 2010માં 16 અરબ રૂપિયામાં રેવા કંપનીને ખરીદી હતી. મહિન્દ્રા દ્વારા ખરીદવામાં આવ્યા બાદ આ પહેલી કારછે. રેવાના પ્રમુખ ચેતન મની કહે છે કે આ એક ગેમ ચેન્જિંગ કાર છે. પહેલા રજૂ કરવામાં આવેલી કારને ગોલ્ફ કાર્ટ કહેવામાં આવતી હતી કારણ કે તેમાં માત્ર બે લોકો જ બેસી શકતા હતા. હવે મહિન્દ્રા રેવા ઇ2ઓમાં ચાર લોકો બેસી શકે છે અને 10 કોમ્પ્યુટર આ કારની કાર્યપ્રણાલીને સંચાલિત કરે છે.

આ કારને સામાન્ય વિજળી કનેક્શનથી પાંચ કલાકમાં ચાર્જ કરી શકાય છે. એટલું જ નહીં આ કારની છત પર લગાવી શકાય તેવા સોલર પેનલથી પણ આ કારને ચાર્જ કરી શકાય છે. ભારતમાં વિજળીની અછત વચ્ચે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે દેશમાં વિજળીની સમસ્યા છે ત્યાં વિજળીથી ચાલતી કાર સફળ થશે કે નહીં, પરંતુ મહિન્દ્રાએ ભરોસો વ્યક્ત કર્યો છે કે આ શંકા કારણ વગરની છે. મહિન્દ્રા રેવા કંપની એ ગ્રાહકો પર નજર રાખે છે, જેમની પાસે પહેલાથી જ એક કાર છે અને શહેરમાં ઉપયોગમાં લેવા માટે તેઓ બીજી કાર ઇચ્છે છે. એક અનુમાન એ પણ છે કે ભારતમાં 2020 સુધીમાં 60 લાખ ઇલેક્ટ્રિક કાર હશે.

આ કારમાં જીપીએસ નેવિગેશન, કીલેસ એન્ટ્રી અને સ્ટાર્ટ-સ્ટોપ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ કારમાં વિશેષ બ્રેક લગાવવામાં આવ્યા છે, જેથી બ્રેક લગાવતી વખતે મળતી શક્તિથી ફરીથી બેટરીને ચાર્જ કરી શકાય છે.

વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ભારતમાં

English summary
Mahindra Reva, part of the Mahindra Group, has on Monday launched its new generation electric vehicle, e2o at Rs 5.96 lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X