For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલ્યાએ ફોર્સ ઇંડિયામાં 400 કરોડ રોક્યા

|
Google Oneindia Gujarati News

vijay-mallya-force-india
નવી દિલ્હી, 22 નવેમ્બર : દેશના જાણીતી ઉદ્યોગપતિ અને લિકર બારૂન તથા તાજેતરમાં કિંગફિશર એરલાઇન્સની આર્થિક કટોકટીના મુદ્દે સમાચારોમાં રહેલા વિજય માલ્યાએ ફોર્સ ઇન્ડિયામાં 50 મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે રૂપિયા 400 કરોડ રોક્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે વિજય માલ્યાએ આ રોકાણ ફોર્સ ઇન્ડિયાને મજબૂતી આપવા માટે કર્યું છે. જો કે આ રોકાણ કેટલા સમય માટે કરવામાં આવ્યું છે તે અંગે કોઇ વિગતો મળી શકી નથી.

ઉલ્લેખનીય છે કે સહારા ગ્રુપ દ્વારા ફોર્સ ઇન્ડિયાના 42.5 ટકા શેર ખરીદીને 100 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું હતું. પણ ત્યારના સમયે જ્યારે કિંગફિશર એરલાઇન્સના સંકટને કારણે વિજય માલ્યા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સહારા ગ્રુપ પણ 4.6 બિલિયન રૂપિયા રોકાણકારોને આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મુશ્કેલીમાં છે.

વિજય માલ્યાએ વર્ષ 2007માં સ્રાઇકર ફેરારી ફોર્મ્યુલા વન ટીમને યુબી ગ્રુપ મારફતે ખરીદીને ફોર્સ ઇન્ડિયાની રચના કરી હતી. આ નામ સાથે વર્ષ 2008માં ટીમ સર્કિટ પર ઉતરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાએ કિંગફિશરના કર્મચારીઓને કરેલા વાયદા પ્રમાણે ઘણા સમયથી બાકી પગારની ચૂકવણી કરી ન હતી. આ કારણે કર્મચારીઓને દિવાળી સુધીમાં તેમનો બાકી પગાર મળી જવાની આશા હતી તે ઠગારી નીવડતા તેમને નિરાશા સાંપડી હતી. આ ઉપરાંત તેમણે આર્થિક સંકટ હોવા છતાં દિલ્હીમાં સતત બીજા વર્ષે ફોર્મ્યુલા વન રસનું આયોજન કર્યું હતું.

English summary
Mallya invest Rs. 400 crore in Force India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X