• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPFO, LPG ભાવ, ITRના નવા નિયમ સહિત આજથી આ 7 નિયમો બદલાઈ ગયા

|
Google Oneindia Gujarati News

આજે પહેલી જૂન 2021થી સામાન્ય નાગરિકોને પ્રભાવિત કરતી કેટલીક નીતિઓ અને યોજનાઓમાં બદલાવ જોવા મળ્યો છે. જેમાં એલપીજી સિલિન્ડરની કિંમત, આવકવેરા વિભાગની વેબસાઈટનું એક નવું ઈન્ટરફેસ- જ્યાં રિટર્ન દાખલ કરાય છે, સોનાની હૉલમાર્કિંગ અને નાની બચત પર વ્યાજ, મોંઘી હવાઈ યાત્રા, પીએફના નવા નિયમ અને ચેક પેમેન્ટ સામેલ છે. જેની સીધી અસર તમારા ગુંજા પર પડશે. આ ઉપરાંત 1 જૂનથી મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ જેવાં કેટલાક રાજ્યોમાં લૉકડાઉનમાં ઢીલ પણ આપવામાં આવી રહી છે. આવો જાણીએ આજથી બદલાયેલા આ 7 નિયમો વિશે...

નવા પીએફ નિયમ

નવા પીએફ નિયમ

જો તમે નોકરીયાત છો તો આ સમાચાર તમારા માટે બહુ કામના છે. ઈપીએફઓએ ભવિષ્ય નિધિ ખાતાધારકો માટે નિયમોમાં બદલાવ કર્યો છે. નવા નિયમ મુજબ હવે નિયોક્તાએ 1 જૂનથી દરેક કર્મચારીના ખાતાને આધાર કાર્ડ સાથે જોડવું જરૂરી છે. એટલે કે દરેક ખાતાધારકનું પીએફ અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. જો 1 જૂન સુધી આવું ન થયું તો ખાતાધારકોને કેટલાય પ્રકારે નુકસાન થઈ શકે છે. જેમ કે પીએફમાં આવતા નિયોક્તા યોગદાન પણ રોકી શકાય છે. ઈપીએફઓ તરફથી આ વિશે એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.

રાંધણ ગેસની કિંમત વધી શકે

રાંધણ ગેસની કિંમત વધી શકે

નવા મહિનેથી રાંધણ ગેસની કિંમતોમાં પણ ભારે બદલાવ કરવામાં આવી શકે છે. ઓઈલ કંપનીઓ દરેક મહિને આ કિંમતોની ઘોષણા કરે છે. અમદાવાદમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 809 છે. ઈંધણની કિંમતમાં વધારાનો સંકેત મળી શકે છે. ગેસની કિંમતમાં 50થી 100 રૂપિયા પ્રત્યેક સિલિન્ડર દીઠ વધારવામાં આવે તેવી સંભાવના છે.

હવાઈ સફર મોંઘી

હવાઈ સફર મોંઘી

1 જૂનથી હવાઈ યાત્રાઓ મોંઘી થઈ જશે. કેન્દ્ર સરકારે હવાઈ ભાડાની ન્યૂનતમ સીમા વધારીને 16 ટકા કરવાની મંજૂરી આપી દીધી છે. હવાઈ ભાડાની સીમા 13 ટકાથી વધારીને 16 ટકા કરી દેવામાં આવી છે. આ વધારો 1 જૂનથી પ્રભાવી થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક આદેશમાં કહ્યું કે ઉપરી ભાડાની સીમામાં કોઈ વધારો કરાયો નથી.

નાની બચત યોજનાના વ્યાજ દરમાં બદલાવ

નાની બચત યોજનાના વ્યાજ દરમાં બદલાવ

માર્ચમાં પીપીએફ, એનએસસી, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાના વ્યાજ દરમાં બદલાવ કરવામાં આવ્યો હતો, પરંતુ છતાં સરકારે એમ કહીને પોતાનો આદેશ પરત લઈ લીધો કે આ કેન્દ્ર તરફથી એક ભૂલ હતી. ત્યારે સરકારના નિર્ણયને પાંચ ભારતીય રાજ્યોની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવ્યો હતો. જેમાં પણ 1 જૂનથી બદલાવની ઉમ્મીદ છે. જો કે નવા દર 30 જૂન સુધી લાગૂ છે. સરકાર દરેક ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરની સમીક્ષા કરે છે.

બેંક ઑફ બરોડાની ચેકથી પેમેન્ટની રીત બદલાશે

બેંક ઑફ બરોડાની ચેકથી પેમેન્ટની રીત બદલાશે

બેંક ઑફ બરોડા 1 જૂનથી ચેક પેમેન્ટ નિયમોમાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. બેંક 1 જૂનથી પોઝિટિવ પે કન્ફર્મેશન લાગૂ કરી રહી છે. જો કે ગ્રાહકોની સુવિધા માટે બેંકે કહ્યું કે, પોઝિટિવ કન્ફર્મેશનનો નિયમ 50 હજારથી વધુ ચૂકવણી પર જ લાગૂ થશે. નવા ચેક પેમેન્ટ સિસ્ટમથી ખાતાધારકોને છેતરપિંડીથી બચાવી શકાશે.

બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ હવે ચેક જાહેર કરનારાઓને લાભાર્થીઓની જાણકારી પહેલેથી જ આપવી પડશે. ચેક પેમેન્ટ પહેલા ઈન ડિટેલ્સને બેંક ક્રોસ-ચેક કરશે. ગડબડી મળવા પર બેંક કર્મી તે ચેક રિજેક્ટ કરી શકે છે. બેંકનું માનવું છે કે આમાં ઓછામાં ઓછો સમય લાગશે. આ ઉપરાંત આ પગલાથી ચેકની છેતરપિંડીના મામલા સામે નિપટી શકાય તેવી ઉમ્મીદ છે.

ગોલ્ડ હૉલમાર્કિંગ નિયમ

ગોલ્ડ હૉલમાર્કિંગ નિયમ

ગોલ્ડ હૉલ્માર્કિંગના નિયમ 1 જૂનથી જ લાગૂ થનાર હતો. પરંતુ કેન્દ્ર સરકારે હવે કોવિડ 19 મહામારીને કારણે સોનાના આભૂષણોની ફરજીયાત હૉલમાર્કિંગની સમયસીમા 15 જૂન કરી દીધી છે. ઉપભોક્તા મામલાના મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ ફેસલો લેવામાં આવ્યો છે. પહેલા તે 1 જૂનથી લાગૂ થાય તેવી ઉમ્મીદ હતી. ટ્રેડ યૂનિયન કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ અને જ્વેલર્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓએ સરકાર સમક્ષ હૉલમાર્કિંગ શરૂ કરવાની તારીખ વધારવાની માંગ કરી હતી. હાલના હાલાતોને જોતાં સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે.

ITRની નવી વેબસાઈટ

ITRની નવી વેબસાઈટ

ઈનકમ ટેક્સ રિટર્નને લઈને પણ મોટો બદલાવ થયો છે. 7 જૂનથી આવકવેરા રિટર્ન દાખલ કરવા માટે ITRની નવી વેબસાઈટ લૉન્ચ થશે. હાલની વેબસાઈટ www.incometaxindiaefilling.gov.in 1થી 6 જૂન સુધી કામ નહી કરે. 7 જૂનથી સરકારે www.incometaxgov.in લૉન્ચ કરશે.

English summary
Many things to change around EPFO, LPG, ITR from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X