For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેનોને સૌથી સસ્તી કાર કહેવી ભૂલ હતી: રતન તાતા

|
Google Oneindia Gujarati News

ratan tata
નવી દિલ્હી, 30 નવેમ્બર: તાતાની નેનો ભલે ભારતમાં સફળતા હાસલ ના કરી શકી હોય પરંતુ તાતાના પૂર્વ ચેરમેન રતન તાતાને હજી પણ નેનો પાસે ઘણી આશાઓ છે. સીએનબીસીને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં રતન તાતાએ જણાવ્યું કે નેનોમાં હજી પણ માર્કેટમાં છવાઇ જવાની તાકાત છે.

સાથે રતન તાતાએ માન્યું કે નેનોને દુનિયાની સૌથી સસ્તી કાર તરીકે પ્રચારિત કરવી એ તેની નિષ્ફળતાનું એક કારણ છે. તેને સૌથી સસ્તી કારના બદલે એ કરોડો લોકો માટે સૌથી સુરક્ષિત કાર કહેવી જોઇતી હતી જે લોકો ટૂ વ્હિલર પર બે કરતા વધારે લોકોની સાથે મુસાફરી કરે છે.

તાતા મોટર્સની નાની કાર નેનોને લઇને રતન તાતાએ જણાવ્યું કે નેનોની માર્કેટિંગ એ પ્રકારે ના થઇ શકી જે પ્રમાણે તેઓ ઇચ્છતા હતા. નેનોની માર્કેટિંગ 2 વ્હીલરના મુકાબલે કરવી જોઇતી હતી. નેનોને સસ્તી અને સુરક્ષિત સવારી તરીકે ખૂબ સારી રીતે રજૂ કરવી જોઇતી હતી.

તાતાએ જણાવ્યું કે નેનોમાં કેટલાંક ફેરફાર કરીને ફરીથી લૉંચ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. સાથે જ તેમણે સ્વીકાર્યું કે ભારતની બહાર નેનોને લૉંચ કરવાની યોજના છે, પરંતુ તેમણે આના માટે કોઇ સમયસીમાં બતાવી નથી.

રતન તાતાએ પણ જણાવ્યું કે કોરસ ડીલ કેટલીક હદ સુધી મોંઘી રહી પરંતુ આર્થિક સ્થિતિથી ગડબડ થઇ. જોકે કોરસ ડીલથી યૂરોપ અને અમેરિકાના બજારમાં પકડ બનાવવાની તક મળી. સાથે જ કોરસ ડીલથી તાતા સ્ટીલની ક્ષમતા 50 લાખ ટનથી વધીને 2 કરોડ ટન થઇ છે.

English summary
Tata group may consider launching its small car Nano in a new avatar in another country like Indonesia, where it doesn't have the 'stigma' of being 'the cheapest car', and bring it back to India for a fresh start with a new image, according to chairman emeritus Ratan Tata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X