Suzuki Motor: મારુતિના વેચાણમાં 20 ટકાના ઘટાડાનું અનુમાન
સુઝુકી મોટર કોર્પોરેશને પોતાની ભારતીય સહાયક કંપની મારુતિ સુજુકીના FY20 વેચાણ પૂર્વાનુમાનોને સંશોધિત કર્યા છે અને કહ્યું છે કે વેચાણમાં પહેલા અડધા પ્રદર્શન બાદ 20 ટકાનો ઘટાડો આવશે. જાપાની કાર નિર્માતાએ પહેલા 4 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીના 25 ટકા ઘટાડાએ વૈશ્વિક વેાણમાં 17 ટકાની કમી કરી ચે. જાપાની પેરેન્ટ ઓક્ટોબરમાં પોતાની ભારતીય શાખા દ્વારા હળવા સુધારા છતાં આખા વર્ષ માટે વૉલ્યૂમમાં 13.2 ટકાના ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે.
પહેલા ક્વાર્ટરના પરિણામો બાદ એસએમસીએ ચાલૂ નાણાકીય વર્ષ માટે પોતાના રાજસ્વ, પરિચાલન આવક અને ચોખી આવકના અનુમાનોાં ક્રમશઃ 10.3 ટકા, 39.4 ટકા અને 30 ટકાની કટોતી કરી છે. જેમણે વાહનોની માત્રા 2.84 મિલિયન આંકી છે, જેમાં પાછલા દ્રષ્ટિકોણથી 14.7 ટકાનો ઘટાડો છે. FY20માં મોટરસાઈકલનું વેચાણ 1.77 મિલિયન પર જોવા મળ્યું જે પહેલા અનુમાનિત હતું.
મારુતિનું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2020માં 2 મિલિયનથી વધુ વાહનોના લક્ષ્યના મુકાબલે 1.5 મિલિયન યૂનિટનું વેચાણ થશે. પૂર્વાનુમાનની તરત બાદ મારૂતિ સુઝકીના અધ્યક્ષ આરસી ભાર્ગવે એક ઈન્ટર્વ્યૂમાં ઈટીને જણાવ્યું કે આગામી ચારથી પાંચ મહિનામાં બીએસ-ચતુર્થથી બીએસ-5 ઉત્સર્જનના માપદંડમાં પરિવર્તનના પ્રબંધન મહત્વપૂર્ણ હશે અને માંગમાં અતિશય વધારો થવાની ઉમ્મીદ છે. જ્યારે મારુતિ સુઝુકીએ ઓક્ટોબરમાં હોલસેલમાં વૃદ્ધિ નોંધાવી, બજારમાં ઘણો ઘટાડો જોવા મળ્યો.
બ્લૂમબર્ગ મુજબ મારુતિ સુઝુકી પોતાની અનુમાનિત 12 મહિનાની કમાણીથી 30 ગણા પર કારોબાર કરી રહી છે, જે તેના મૂળ એસએમસીના લગભગ બેગણા છે. પાછલા ત્રણ મહિનામાં મારૂતિ સુઝુકીના શેરમાં 38 ટકાનો વધારો થયો, જ્યારે આ સમય ગાળામાં તેના પેરેન્ટના શેરમાં 28 ટકાનો વધારો થયો. સુઝુકીના વૈશ્વિકક વેચાણમાં ભારતના સંચાલનનો ભાગ પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘટીને 47.94 ટકા રહી ગયો, જ્યારે એક વર્ષ પહેલા તે 54.05 ટકા હતું.
દિલ્હી-NCRમાં ધૂળની આંધીની આશંકા, 9 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ