
મોંઘવારીની મારમાં 'આગ' પણ થઈ મોંઘી, 14 વર્ષ બાદ વધી રહ્યા છે માચિસના ભાવ, જાણો શું થશે કિંમત
નવી દિલ્લીઃ પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડર, શાકભાજી, તેલ-મસાલાના વધતા ભાવ પહેલેથી જ લોકોને હેરાન કરી રહ્યા છે. આ વસ્તુઓના વધતા ભાવે લોકોના કિચનનુ બજેટ બગાડી દીધુ છે. વળી, હવે મોંઘવારીની આગ માચિસના ડબ્બી સુધી પહોંચી ગઈ છે. 1 રૂપિયામાં મળતી માચિસની ડબ્બીની કિંમત 14 વર્ષ બાદ વધવા જઈ રહી છે. માચિસની કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યા છે. દૈનિક ઉપયોગમાં લેવાતી માચિસની કિંમત વધવા જઈ રહી છે. 14 વર્ષો બાદ આની કિંમત વધવા જઈ રહી છે. 14 વર્ષ બાદ આની કિંમતમાં વધારો થશે.
અત્યાર સુધી 1 રૂપિયામાં મળતી માચિસની કિંમત 1 ડિસેમ્બરથી 1 રૂપિયાના બદલે બે રૂપિયામાં મળશે. માચિસ ઉદ્યોગ નિગમોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. ત્યારબાદ આ પહેલી વાર છે જ્યારે 2007 બાદ પહેલી વાર માચિસની કિંમતમાં સુધારો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2007માં માચિસની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયો કરી દેવામાં આવી હતી. હવે માચિસની કિંમતમાં એક વાર ફરીથી વધારો કરીને તેને 2 રૂપિયા કરવામાં આવી રહી છે.
કિંમતમાં કરવામાં આવેલ વધારા પાછળ કારણ કાચા માલના ભાવમાં થયેલા વધારાને જણાવવામાં આવી રહ્યુ છે નિર્માતાઓનુ કહેવુ છે કે માચિસ નિર્માણમાં લાગતા કાચા માલની કિંમતોમાં તેજી આવી છે જેના કારણે એ હવે આ ભાવે વેચવી સંભવ નથી. માચિસમાં લાગતા લાલ ફોસ્ફરસની કિંમત જે પહેલા 425 રૂપિયા કિલો હતી તે વધીને 810 રૂપિયા થઈ ગઈ છે. વળી, મિણની કિંમત જ 58 રુપિયા હતી તે હવે વધીને 80 રૂપિયા થઈ ગઈ છે. કાચા માલની કિંમતમાં થયેલ આ વધારાના કારણે માચિસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આની સૌથી વધુ ફેક્ટરીઓ તમિલનાડુમાં છે જ્યાં 4 લાખથી વધુ લોકો કામ કરે છે.