For Daily Alerts
માઇક્રોસોફ્ટે વધુ 20 હજાર H-1B અને ગ્રીન કાર્ડની માગણી કરી
ન્યુયોર્ક, 30 સપ્ટેમ્બરઃ માઇક્રોસોફ્ટ દ્વારા યુએસ સરકારને વિંનતી કરી છે કે તે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સમાં નિપુણ હોય તેવા વિદેશી કર્મચારીઓને 20 હજાર H-1B વીઝા આપે તેમજ યુએસ કોંગ્રેસ દ્વારા ગ્રીન કાર્ડ પણ આપવામાં આવે.
ગઇકાલે માઇક્રોસોફ્ટના જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ બ્રાડ સ્મિથ દ્વારા આ પ્રકારની માગણી કરવામાં આવી હતી. કંપનીની એવી યોજના છે કે યુએસના કર્મચારીઓમાં જે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સમાં જે નિપુણતાની અછત છે તેને પુરી શકાય અને આ સમસ્યાનો હલ લાવી શકાય.
સ્મિથે જણાવ્યું છે કે, પહેલા કોંગ્રેસે નિપુણ કર્મચારીઓ માટે વાર્ષિક 20 હજાર વીઝા કેટેગરી ઉભી કરવી જોઇએ અને બાદમાં આ નિપુણ કર્મચારીઓને ગ્રીન વીઝા આપવા જોઇએ. તેમજ આ વીઝા લેનાર કર્મચારીને 10 હજાર ડોલર આપવા જોઇએ અને ગ્રીન કાર્ડની મંજૂરી માટેની ફી 15000 ડોલર રાખવામાં આવે. તેમના માટે આ પ્રકારની પ્રપોઝલ યુએસની કંપનીમાં જે સ્કિલ ગેપ પ્રોબ્લેમ ઉભી થઇ છે તેને દૂર કરી શકે છે.