જલ્દી મોંઘા થશે મોબાઈલ પ્લાન, જાણો કેમ અને ક્યારે?
નવી દિલ્લીઃ વર્તમાન સમયમાં સસ્તા મોબાઈલ પ્લાનના કારણે ગ્રાહક બેફિકર થઈને મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ જલ્દી તમારા ખિસ્સા પર આનો બોજ વધવાનો છે. મોબાઈલ પ્લાનની કિંમત જલ્દી વધવાની છે. મોબાઈલ પ્લાન વધવાના સંકેત ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે આપ્યા છે. આવતા છ મહિનામાં મોબાઈલ સેવા શુલ્ક વધારવાના સંકેત સુનીલ ભારતી મિત્તલે આપ્યા છે. સુનીલ ભારતીએ કહ્યુ કે ઓછી કિંમતે ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવુ દૂરસંચાર ઈન્ડસ્ટ્રી માટે લાંબા સમય સુધી વ્યવહારિક નથી. તેમણે જણાવ્યુ કે 160 રૂપિયા પ્રતિ માસ પર 16 જીબી ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતી એરટેલના ચેરમેને આટલા સસ્તા દરને મોટી મુશ્કેલી ગણાવી છે. સુનીલે આ વાત ભારતી એન્ટરપ્રાઈઝના કાર્યકારી અખિલ ગુપ્તાના એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહી.

આ કારણે વધારાશે મોબાઈલ પ્લાનની કિંમત
સુનીલ ભારતીએ કહ્યુ કે આટલી ઓછી કિંમતે ગ્રાહક કાં તો 1.6 જીબી ઈન્ટરનેટ કેપેસિટીનો યુઝ કરે નહિતર વધુ કિંમત આપવા માટે તૈયાર રહે. તેમણે કહ્યુ કે અમે નથી ઈચ્છતા કે યુરોપ કે અમેરિકા જેવા 50થી 60 ડૉલર રૂપિયા ખર્ચ કરવા પડે પરંતુ એક મહિનામાં બે ડૉલરમાં 16 જીબી ઈન્ટરનેટ આપવુ કોઈ પણ રીતે દૂરસંચાર ઈન્ડસ્ટ્રી માટે વ્યવહારિક નથી. તેમણે કહ્યુ કે ડિજિટલ સામગ્રીના ઉપયોગ પર આવતા છ મહિનામાં પ્રતિ ગ્રાહક સરેરાશ આવક(એઆરપીયુ) 200 રૂપિયા પાર કરવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આવા ગ્રાહકોને ચૂકવવી પડશે વધુ કિંમત
તમને જણાવી દઈએ કે એઆરપીયુ દૂરસંચાર કંપનીઓ પ્રત્યે ગ્રાહકને થતી આવક દર્શાવે છે. તેમણે કહ્યુ કે અમને 300 રૂપિયા એઆરપીયુની જરૂર છે, 100 રૂપિયામં પણ પૂરતી માત્રામાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો ગ્રાહકો પાસે વિકલ્પ છે. પરંતુ જો ગ્રાહક મોટાભાગનો સમય ટીવી, ફિલ્મ, એન્ટરટેઈનમેન્ટ અને અન્ય સેવાઓના યુઝમાં વ્યય કરવા ટેવાયેલા છે તો આવા ગ્રાહકોને વધુ ચૂકવણી કરવી પડશે.

હવે ટેલીકૉમ ઈન્ડસ્ટ્રી આમાં રોકાણ કરવા ઈચ્છે છે
ભારતીય એરટેલે ત્રણ મહિનાના પરિણામો આધારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનામાં તેના એઆરપીયુ વધીને 157 રૂપિયા થઈ ગયા છે. કંપનીના એઆરપીયુમાં વધારો ગયા વર્ષે ડિસેમ્બરમાં મોબાઈલ પ્લાનની કિંમતો વધાર્યા બાદ નોંધવામાં આવ્યો. સુનીલ ભારતીએ કહ્યુ કે દૂરસંચાર કંપનીઓએ મુશ્કેલ સમયમાં દેશની સેવા કરી. હવે ટેલીકૉમ ઈન્ડસ્ટ્રીને 5જી, ઑપ્ટિકલ ફાઈબર કેબલ અને સમુદ્રી કેબલ પર રોકાણ કરવાનુ છે.

જેથી દૂરસંચાર ઉદ્યોગ વ્યવહારિક બની રહે
સુનીલ મોદીએ કહ્યુ કે વર્તમાન સમયમાં જે ઉદ્યોગ દૂરસંચાર ક્ષેત્રમાં નથી તેને પણ ડિજિટલ થવાની જરૂર છે. એવામાં આવતા પાંચથી છ મહિનામાં એઆરપીયુ વધવી જોઈએ જેથી દૂરસંચાર ઉદ્યોગ વ્યવહારિક બની રહે. તેમણે જણાવ્યુ કે આ ક્ષેત્રમાં વર્તમાન સમયમાં માત્ર બેથી ત્રણ કંપનીઓ જ બચી છે. સુનીલ ભારતીએ કહ્યુ કે કિંમતો વિશે ભારત એક સંવેદનશીલ બજાર છે. તેમણે કહ્યુ કે આવતા છ મહિનામાં અમે 200 રૂપિયા એઆરપીયુના સ્તરને જરૂર પાર કરી લઈશુ. તેમણે કહ્યુ કે કદાચ આ આદર્શ સ્થિતિ 250 રૂપિયા એઆરપીયુ રહેશે.
વૈષ્ણોદેવી યાત્રા માટે કાલથી ઑનલાઈન રજિસ્ટ્રેશન શરૂ