For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુશ્કેલીમાં મુકેશ અંબાણી, મોદી સરકારે લગાવ્યો 1700 કરોડનો દંડ

મુકેશ અંબાણીની કંપની પર મોદી સરકારે લગાવ્યો 1700 કરોડ રૂપિયાનો દંડ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને તેની પાર્ટનર કંપનીને હવે ભરવો પડશે આ દંડ. આ અંગે વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની પાર્ટનર કંપનીઓ પર 26.4 કરોડ ડોલર એટલે કે લગભગ 1700 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. જેણે મુકેશ અંબાણીની મુશ્કેલીઓ વધારી છે. આ દંડ એટલા માટે લગાવવામાં આવ્યા છે કે વર્ષ 2015-16 દરમિયાન કેજી-ડી6 ફિલ્ડ્સથી નક્કી કરેલી માત્રા કરતા ઓછા નેચરલ ગેસનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. તેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું તે મુજબ કુલ મળીને દંડની રાશિ 3.02 અરબ ડોલર જેવી થઇ ગઇ છે. કંપનીને આ દંડ એપ્રિલ 2010 થી 6 વર્ષ સુધી ટારગેટથી ઓછા ગેસ ઉત્પાદન કરવા માટે લગાવવામાં આવ્યો છે. સાથે જ અધિકારીએ તેમ પણ જણાવ્યું કે આ હેઠળ કંપનીઓને કોસ્ટ રિકવરી નહીં કરવા દેવામાં આવે.

mukesh ambani

ઉલ્લેખનીય છે કે પ્રોડક્શન શેયરિંગ કોન્ટ્રાક્ટ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની પાર્ટનર બ્રિટનની બીપી પીએલસી અને બીજી પાર્ટનર કેનેડાની નિકો રિસોર્સેજને તે છૂટ છે કે તે પોતાના નફાને સરકાર સાથે ભાગીદારી કરવા પહેલા પોતાના ખર્ચની કુલ રકમ તેમાંથી નીકાળી દે. જો સરકાર આ કંપનીઓને કોસ્ટ રિકવરી નહીં કરવા દે તો તે પોતાનો ખર્ચે નીકાળી નહીં શકે. આમ ના કરવાથી જ્યાં સરકારને ફાયદો થશે ત્યાં જ મુકેશ અંબાણીને તેનાથી નુક્શાન થશે. વધુમાં સરકાર તરફથી 17.5 કરોડ ડોલરનો વધારો દાવા દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ પહેલા સરકારે 2010-11 માટે 45.7 કરોડ ડોલર, 2011-12 માટે 54.8 કરોડ, 2012-13 માટે 79.2 કરોડ, 2013-14 માટે 57.9 કરોડ અને 2014-15 માટે 38 કરોડ ડોલરની કોસ્ટ રિકવરી પર પ્રતિબંધ લગાવ્યો છે.

English summary
Modi government imposed 1700 crore rupees penalty on reliance industries and its partners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X