બેંકિંગ સેક્ટર માટે અરુણ જેટલીના આ બ્લૂપ્રિંટ સાથે આગળ વધી મોદી સરકાર
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોટો ફેસલો લેતા 10 સરકારી બેંકોના મર્જરનું એલાન કર્યું હતું. બેંકિંગ સેક્ટરમાં સુધાર માટે મોદી સરકારે આ પગલું મોટું પગલું ઉઠાવ્યું છે. મોદી સરકારના ફેસલા બાદ સરકારી બેંકોની સંખ્યા ઘટીને 12 રહી જશે, જે પહેલા 27 હી. નિર્મલા સીતારમણના આ એલાન બાદ મોદી સરકાર બેંકિંગ ક્ષેત્રમાં પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના બ્લૂ પ્રિન્ટ પર આગળ વધતી દેખાઈ રહી છે.

આ બેંકોનું મર્જર થશે
મોદી સરકારે 10 સરકારી બેંકોનું મર્જર કરી 4 સરકારી બેંક બનાવવાની ઘોષણા કરી. પંજાબ નેશનલ બેંકમાં ઓબીસી બેંક અને યૂનાઈટેડ બેંકના મર્જરની ઘોષણા કરવામાં આવી. જ્યારે કેનરા બેંક સાથે સિંડિકેટ બેંકના મર્જરને મંજૂરી આપી દેવામાં આવી. આ ઉપરાંત યૂનિયન બેંક ઑફ ઈન્ડિયા સાથે આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકના મર્જરને મંજૂરી આપવામાં આવી. જ્યારે ઈન્ડિયન બેંક સાથે ઈલ્હાબાદ બેંકનું પરસપર મર્જર કરવામાં આવશે.

શું હતો અરુણ જેટલીનો મંતવ્ય
અરુણ જેટલીનો તર્ક હતો કે બેંકિંગ સેક્ટરમાં મિતવ્યયિતાની સાથે કામ કરવા માટે દેશના અમુક મોટી બેંકોની જ જરૂર છે. તેમનું કહેવું હતું કે ભારતને અમુક બેંકોની જ જરૂર છે જે બધી રીતે મજબૂત હોય. જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા સાથે તેના પાંચ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકના 2017માં મર્જર બાદ મોદી સરકારે જેટલીના નાણામંત્રી રહેતા જ દેના બેંક, વિજયા બેંકના બેંક ઑફ બરોડામાં મર્જરને મંજૂરી આપી હતી.

બેંકોના મર્જર બાદ 12 સરકારી બેંક રહી જશે
1. પંચાબ નેશનલ બેંકઃ યૂનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયા+ ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ
2. કેનરા બેંક+ સિંડિકેટ બેંક
3. ઈલ્હાબાદ બેંક+ ઈન્ડિયન બેંક
4. યૂનિયન બેંક ઑફ ઈન્ડિય+ આંધ્રા બેંક+ કૉર્પોરેશન બેંક
5. બેંક ઑફ ઈન્ડિયા
6. બેંક ઑફ બરોડા
7. બેંક ઑફ મહારાષ્ટ્ર
8. સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા
9. ઈન્ડિયન ઓવરસીઝ બેંક
10. પંજાબ એન્ડ સિંધ બેંક
11. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા
12. યૂકો બેંક
5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનાવવા સરકાર પ્રયત્નશીલ, બેંક મર્જરથી કોઈની નોકરી નહિ જાયઃ નાણામંત્રી