For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર દેશભરમાં લગાવશે દવાનું એટીએમ

એટીએમમાંથી પૈસા નીકળતા તો તમે બધાએ જોયા છે. પરંતુ શું તમે ક્યારેય એટીએમમાંથી દવા નીકળતી જોઈ છે? જી હા, ટૂંક સમયમાં તમે એટીએમ માંથી પૈસા સાથે સાથે દવા પણ કાઢી શકશો.

|
Google Oneindia Gujarati News

એટીએમમાંથી પૈસા નીકળતા તો તમે બધાએ જોયા છે. પરંતુ શું તમે ક્યારેય એટીએમમાંથી દવા નીકળતી જોઈ છે? જી હા, ટૂંક સમયમાં તમે એટીએમ માંથી પૈસા સાથે સાથે દવા પણ કાઢી શકશો. હકીકતમાં, સરકાર દરેક જીલ્લામાં એટીએમ મૂકવાની વિચારણા કરી રહી છે જેનાથી તમે ફ્રી માં દવા કાઢી શકશો.

આ પણ વાંચો: ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા

આંધ્રપ્રદેશમાં 15 સ્થળોએ દવા વાળા એટીએમ

આંધ્રપ્રદેશમાં 15 સ્થળોએ દવા વાળા એટીએમ

જણાવી દઈએ કે આ પ્રકારના એટીએમ આંધ્રપ્રદેશમાં પ્રયોગ માટે લાવવામાં આવ્યા છે. આંધ્રમાં સફળ ઉપયોગ પછી દેશભરમાં આ યોજનાના અમલીકરણની તૈયારી છે. આંધ્રપ્રદેશમાં 15 સ્થળોએ દવા વાળા એટીએમ મુકવામાં આવ્યા છે. આ પ્રયોગ દ્વારા ઉત્સાહિત થઈને કેન્દ્ર સરકાર હવે દવા વાળા એટીએમ લગાવવા માટે વિચાર કરી રહી છે. આ એટીએમનું પૂરું નામ એની ટાઈમ મેડિસિન જેમાં બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ ઉપલબ્ધ હશે.

300 થી વધુ જરૂરી દવાઓ

300 થી વધુ જરૂરી દવાઓ

એની ટાઈમ મેડિસિનથી માત્ર ગોળીઓ જ નહીં પરંતુ સિરપ પણ કાઢી શકાશે. રાષ્ટ્રીય યાદીની આવશ્યક દવાઓની સૂચિમાં ઉપલબ્ધ ઘણી દવાઓ આ એટીએમમાં હશે. જણાવી દઈએ કે સામાન્ય રોગો માટેની બધી જ જરૂરી દવાઓ રાષ્ટ્રીય યાદીની આવશ્યક દવાઓની સૂચિમાં હાજર છે. આમાં 300 થી વધુ આવશ્યક દવાઓ છે.

પ્રથમ તબક્કામાં આરોગ્ય કેન્દ્રો, ગ્રામીણ વિસ્તારોમાં લાગશે એટીએમ

પ્રથમ તબક્કામાં આરોગ્ય કેન્દ્રો, ગ્રામીણ વિસ્તારોમાં લાગશે એટીએમ

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનને એટીએમ સ્કેન કર્યા પછી જ દવા આપશે. એટલું જ નહીં આ એટીએમ પરથી દવાઓ ફોન કૉલ્સ દ્વારા પણ લઈ શકાશે. આ માટે દર્દી દૂર રહીને ડૉક્ટર ને તકલીફ કહેશે.

ડૉક્ટર દવા લખશે અને એટીએમ કિઓસ્ક પર આદેશ મોકલશે અને આદેશ પ્રાપ્ત થતા જ એટીએમ મશીન માંથી દવા નીકળશે. એટીએમની ખરીદી માટે નેશનલ રૂરલ હેલ્થ મિશનના પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. આ એટીએમ પ્રથમ તબક્કામાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો, ગ્રામીણ વિસ્તારોમાં શરુ થશે.

English summary
Modi Government New Scheme Soon Install Medicine ATM Across The Country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X