મોદી સરકારનો મોટો નિર્ણય, 10 લાખ લોકોના પગારમાં બમણો વધારો થશે
મોદી સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. સરકાર હવે કેન્દ્રીય કર્મચારીઓની બાબતમાં બીજો મોટો નિર્ણય લેવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની અસર 10 લાખ કર્મચારીઓના પગાર પર પડશે. અમર ઉજાલાની રિપોર્ટ મુજબ, મોદી સરકાર કેન્દ્ર સરકાર હેઠળ આવનારા 10 લાખ અનિયમિત કર્મચારીઓને મોટી ખુશખબર આપવા જઈ રહી છે. સરકાર આ કર્મચારીઓ માટે આવા નિર્ણયો લેશે, જેના કારણે તેમના પગારમાં વધારો થશે.

કેન્દ્ર સરકારનો બીજો નિર્ણય
મોદી સરકાર 10 લાખ અનિયમિત કર્મચારીઓને ખૂબ જ સારા સમાચાર આપવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે આ કર્મચારીઓ માટે દિવાળીની ઉજવણી કરવાની વ્યવસ્થા કરી દીધી છે. સરકાર હવે આ તમામ કર્મચારીઓને નિયમિત કર્મચારીઓના બરાબર પગાર આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકારનું માનવું છે કે બંને સમાન કામ (Equal Pay for Equal Work) કરે છે, આ કિસ્સામાં તેમને સમાન પગાર મળવો જોઈએ.

આ કર્મચારીઓનો પગાર વધશે
રિપોર્ટ અનુસાર વડા પ્રધાન કચેરી (PMO) હેઠળ કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા આ સંદર્ભે એક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે, તમામ અનિયમિત કર્મચારીઓને 8 કલાક કામ કરવા પર સમાન પદ પર કામ કરતા નિયમિત કર્મચારીઓના પગાર ધોરણ હેઠળ પગાર મળશે. તે કર્મચારીઓને પણ નિયમિત કર્મચારીઓની જેમ લઘુત્તમ મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું સમાન ચૂકવવામાં આવશે. સરકારના આદેશ નંબર 49014/1/2017 મુજબ, તેમને નિયમિત રોજગાર મેળવવાનો અધિકાર રહેશે નહીં.

પગારમાં બમણો વધારો
હજી સુધી અનિયમિત કર્મચારીઓને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરેલું લઘુતમ વેતન આપવામાં આવતું હતું. હવે તેમનો પગાર બમણો થઈ જશે. જો ઉદાહરણ તરીકે સમજીએ તો, હાલમાં દિલ્હીમાં અકુશળ મજૂરો માટે દર મહિને 14,000 રૂપિયા પગાર નક્કી છે, પરંતુ મોદી સરકારના આ આદેશ બાદ હવે નિયમિત કર્મચારી તરીકે તેમનો પગાર મહિને 30,000 રૂપિયા થશે.

તમામ વિભાગોને આદેશ મોકલ્યો છે
મોદી સરકારનો આ આદેશ તમામ મંત્રાલયો અને વિભાગોને મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના DoPT નો આ આદેશ સુપ્રીમ કોર્ટના સમાન કામ માટે સમાન પગારના આદેશ પછી આવ્યો છે. જો કે, નિષ્ણાંતો કહે છે કે આ આદેશ DoPT દ્વારા જારી કરવામાં આવ્યો હોવાથી તે માત્ર કેન્દ્રીય કર્મચારીઓને જ લાગુ પડશે, જો શ્રમ મંત્રાલયે આ આદેશ જારી કર્યો હોત તો તે તમામ કર્મચારીઓને પણ લાગુ પડતો.
આઈઆરસીટીસી ગુજરાત ફરાવવા માટે લાવ્યું પેકેજ, જાણો રેટ અને ડેટ