For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું મિશન 2019, આ પગલાંથી પ્રાઈવેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ

મોદીના પગલાંથી પ્રાઈવેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ

|
Google Oneindia Gujarati News

જો તમે પ્રાઈવેટ નોકરી રહ્યા રહ્યા છો તો મોદી સરકાર લોકસભા ચૂંટણી 2019 પહેલા તમને એક મોટી ગિફ્ટ આપી શકે છે. સરકાર પ્રાઈવેટ કર્મચારીઓને કુશ કરવા માટે ગ્રેજ્યૂટી મેળવવાના નિયમોમાં મોટો બદલાવ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 2019 લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર કોઈપણ શરતે વિપક્ષને ભયંકર રીતે હરાવવા માગે છે, ત્યારે પ્રાઈવેટ કર્મચારીઓને મોદી સરકારની વધુ એક મોટી ગિફ્ટ મળશે.

કર્મચારીઓને ફાયદો થશે

કર્મચારીઓને ફાયદો થશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને ગ્રેજ્યૂટી મેળવવાના લઘુત્તમ સમય સીમા 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી શકે છે, જેનાથી પ્રાઈવેટ કર્મચારીઓને ભારે ફાયદો થશે.

સરકાર કરી રહી છે વિચારણા

સરકાર કરી રહી છે વિચારણા

સૂત્રો મુજબ સરકારે પ્રાઈવેટ કર્મચારીઓને ગ્રેજ્યૂટીની ગિફ્ટ આવા માટે મન બનાવી લીધું છે. આ વિશે લેબર મિનિસ્ટ્રીએ ઈન્ડસ્ટ્રી પાસેથી મંતવ્યો માંગ્યા છે. ઉપરાંત આગામી 4 ડિસેમ્બરે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્ર્સ્ટી એટલે કે સીબીટીની બેઠક મળનાર છે, જેમાં આ મુદ્દા પર પણ ચર્ચા થશે તેવી સંભાવના છે.

શું છે ગ્રેજ્યૂટી?

શું છે ગ્રેજ્યૂટી?

ગ્રેજ્યૂટી કર્મચારીઓને મળતો એક પૂર્વ-પરિભાષિત લાભ છે. કર્મચારીઓને ગ્રેજ્યૂટીનો ફાયદો એક નિર્ધારિત ફોર્મ્યૂલા અંતર્ગત મળે છે. જેના માટે કર્મચારીઓએ કેટલીક શરતો પૂર કરવાની હોય છે. જો કોઈ કર્મચારી કોઈ સંસ્થાનમાં સતત પાંચ વર્ષ સુધી પોતાની સેવાઓ આપે છે તો તે ગ્રેજ્યૂટીનો હકદાર બની જાય છે. સરકાર આ સમય મર્યાદા ઘટાડીને 3 વર્ષ કરવા માગે છે.

કેવી રીતે મળે છે ગ્રેજ્યૂટીનો લાભ?

કેવી રીતે મળે છે ગ્રેજ્યૂટીનો લાભ?

જો કોઈ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી કામ કરે છે, તો તેને ગ્રેજ્યૂટીનો લાભ મળે છે. પેમેન્ટ ઑફ ગ્રેજ્યુટી એક્ટ, 1972 અંતર્ગત આ લાભ એવાં સંસ્થાનના દરેક કર્મચારીઓને મળે છે, જ્યાં 10થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય. ઉપરાંત સરકારે ટેક્સ ફ્રી ગ્રેજ્યૂટીની રકમ 10 લાખથી વધારીને 20 લાખ રૂપિાય કરી દીધી છે.

ગ્રેજ્યૂટીની ગણતરી

ગ્રેજ્યૂટીની ગણતરી

કંપનીઓ દ્વારા કર્મચારીઓને એક વર્ષની નોકરી પર પાછલી સેલેરીના 15 દિવસ બરાબર રકમ ગ્રેજ્યૂટી તરીકે મળે છે. આ પંદર દિવસની રકમમાં બેઝિક સેલેરી+ મોંઘવારી ભથ્થું+ કમિશન જોડાયેલ હોય છે.

પાંચ વર્ષથી વધુ કામ કરે તો?

પાંચ વર્ષથી વધુ કામ કરે તો?

જ્યારે કર્મચારી પોતાની સર્વિસના અંતિમ વર્ષથી 6 મહિના સુધી વધુ કામ કરે છે તો તેને ગ્રેજ્યૂટીના કેલ્ક્યુલેશન માટે આખું એક વર્ષ માનવામાં આવશે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારી પોતાની કંપનીમાં 5-7 મહિના કામ કરે છે તો તેની ગ્રેજ્યૂટીની ગણતરી 6 વર્ષની સર્વિસના આધાર પર કરવામાં આવસે.

ગ્રેજ્યૂટી માટે આ નિયમ ખાસ

ગ્રેજ્યૂટી માટે આ નિયમ ખાસ

જો તમે કોઈ કંપનીમાં 5 વર્ષ સુધી કામ કરી લીધું છે તો તમે આસાનીથી ગણતરી કરી શકો કે તમને કેટલું ગ્રેજ્યૂટી મળશે. ગ્રેજ્યૂટીની ગણતરી માટે મહિનાના કામને 26 દિવસ માનવામાં આવે છે. જે આધાર પર 15 દિવસની ગ્રેજ્યૂટીની ગણતરી કરવામાં આવે છે. (માસિક વેતનx15)/26. આ સંખ્યાને સર્વિસના વર્ષોથી ગુણવાથી ગ્રેજ્યૂટીની ગણતરી થઈ જશે. રિટારમેન્ટ પર ગ્રેજ્યૂટીની ગણતરી માટે પણ આ ફોર્મ્યૂલા જ અપનાવવામાં આવે છે.

મહિનામાં ગ્રેજ્યૂટીની ચૂકવણીનું પ્રાવધાન

મહિનામાં ગ્રેજ્યૂટીની ચૂકવણીનું પ્રાવધાન

કર્મચારીની નોકરીના અંતિમ દિવસ બાદના 10 દિવસમાં કર્મચારીને ગ્રેજ્યૂટીની ચૂકવણી કરવાની હોય છે. જો ગ્રેજ્યૂટી ચૂકવવામાં 10 દિવસથી વધુ સમય લાગે છે તો પછી તેમાં વ્યાજ જોડીને રકમ મળે છે.

મજૂર સંઘની માગણી

મજૂર સંઘની માગણી

જો કે ભારતીય મજૂર સંઘે સરકાર પાસે માગણી કરી છે કે જે જેટલા દિવસ કામ કરે તેને તેટલા દિવસની જ ગ્રેજ્યૂટી મળવી જોઈએ. મજૂર સંઘે પોતાની આ માગણીને લઈને સતત શ્રમ મંત્રાલયના સંપર્કમાં છે. સંઘનું કહેવું છે કે કંપનીઓ આજકાલ કોન્ટ્રાક્ટ પર વધુ કર્મચારીઓ રાખે છે, માટે તેમની માગણી યોગ્ય છે.

આ પણ વાંચો-પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રાહત આપી, જાણો આજનો ભાવ

English summary
modi sarkar is about to provide one big gift to private sector employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X