વર્ષ 2011-12માં વિદેશ મોકલવામાં આવેલા નાણાની તપાસ થશે
આ અંગે નવી દિલ્હીમાં એસોચેમ દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં આવકવેરા નિર્દેશક (આંતરરાષ્ટ્રીય કર) એમ એસ રેએ જણાવ્યું કે "નાણા મંત્રાલય વર્તમાન સમયમાં વિદેશ મોકલવામાં આવેલા ધનની તપાસ કરી રહ્યું છે કારણ કે વર્ષ 2011-12માં ભારતમાંથી વિદેશમાં મોકલવામાં આવેલો 70 ટકાથી વધારેનો હિસ્સો ટીડીએસ કાપ્યા વગર મોકલવામાં આવ્યો છે."
તેમણે એમ પણ જણાવ્યું કે વર્ષ 2011-12 દરમિયાન ભારતમાંથી ધન મોકલવા સંબંધિત 7,56,741 લેણદેણ વ્યવહારો કરવામાં આવ્યા હતા. તેમાં 3,56,461 કરોડ રૂપિયા ધન ભારતની બહાર મોકલવામાં આવ્યું હતું.
રેએ એમ પણ જણાવ્યું કે "તેમાંથી 12,676 કરોડ રૂપિયાના સ્રોત પર જ ટીડીએસ કપાવવામાં આવ્યો છે. આ રકમ વિદેશ મોકલવામાં આવેલા કુલ ધનનો માત્ર 3 ટકા ભાગ છે. " ટીડીએસ અંગે જાગૃતિ લાવવી જરૂરી છે. આ માટે નાના કસ્બા અને શહેરોમાં વધારે જાગૃતિ લાવવી પડશે. લુધિયાણા જેવા શહેરમાં આનું પ્રમાણ વધારે છે. જ્યાં મોટી સંખ્યામાં અનિવાસી ભારતીય વસે છે.
તેમણે એમ પણ જણાવ્યું કે આવી જગ્યાઓ પર એનઆરઆઇ આબાદી પોતાની સંપત્તિનું વેચાણ કરી રહી છે. પણ વેચાણમાંથી થયેલી આવકની રકમ વિદેશ મોકલતા સમયે લોકોને ખબર નથી હોતી કે તેના પર ટીડીએસ કાપવાનો હોય છે.