આનંદો! સરકારી બેંકોમાં 56,000 કરતા વધારે નોકરીઓ
નવી દિલ્હી, 26 ઑગસ્ટ : મોંઘવારી, ભ્રષ્ટાચાર અને રૂપિયાની પડતીની વચ્ચે મોટા રાહતના સમાચાર આવ્યા છે. સરકારી બેંકોમાં 56000 નોકરીઓની તકો આવવાની છે. ટૂંક સમયમાં આ પદોને ભરવા માટે નવી ભરતીઓ કરવામાં આવશે.
અધિકારીક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાર્વજનિક વિસ્તારની બેંકોમાં વિભિન્ન કેડરની 56,022 કર્મચારીઓની અછત છે. રિપોર્ટ અનુસાર માર્ચ 2013 સુધી સાર્વજનિક વિસ્તારની 25 બેંકોમાં ઓફિસર ગ્રેડમાં 23,794 પદોની જગ્યા ખાલી છે.
આમાંથી 5,815 ખાલી જગ્યાઓ બેંક ઓફ વડોદરામાં જ છે. સિંડિકેટ બેંકમાં અધિકારી સ્તર માટેની 1500 પોસ્ટ ખાલી છે. આંધ્રા બેંકમાં અધિકારી સ્તરની 1484, બેંક ઓફ ઇન્ડિયામાં 1473, ઇલાહાબાદ બેંકમાં 1450, પંજાબ અને સિન્ડિકેટ બેંકમાં 1454 તથા પંજાબ નેશનલ બેંકમાં અધિકારી સ્તરની 1119 જગ્યાઓ ખાલી છે.
જ્યારે એસબીઆઇ સહિતની પાંચ સહયોગી બેંકોની સાથે સાથે અલગ અલગ બેંકોમાં ક્લાર્ક સ્તરની ઓછામાં ઓછી 22, 347 જગ્યાઓ ખાલી છે. બેંક ઓફ બરોડામાં સૌથી વધારે 3,615 જગ્યાઓ ખાલી છે.
આ ઉપરાંત ઇલાહાબાદ બેંકમાં 2627 જગ્યાઓ ખાલી છે. સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરમાં 2500 જગ્યાઓ ખાલી છે. પંજાબ નેશનલ બેંકમાં લગભગ 2200 તથા બેંક ઓફ ઇન્ડિયામાં 1468 જગ્યાઓ ખાલી છે. જ્યારે ઉપકર્મચારી અને સબ સ્ટાફ સ્તરની સાર્વજનિક બેંકોમાં લગભગ 9881 જગ્યાઓ ખાલી છે.
જ્યારે 2013 નાણાકીય વર્ષમાં સાર્વજનિક બેંકમાં લગભગ 50, 000 જગ્યાઓ ખાલી છે. જ્યારે નાણામંત્રી પી. ચિદમ્બરમના નિવેદન અનુસાર આ વર્ષે સાર્વજનિક બેંક 10,000 નવી બ્રાંચો ખોલવા જઇ રહી છે. કૂલ મળીને હાલના વર્ષમાં 50, 000 જગ્યાઓ ભરવાની છે.

બેંક ઓફ વડોદરા
આમાંથી 5,815 ખાલી જગ્યાઓ બેંક ઓફ વડોદરામાં જ છે.

સિંડિકેટ બેંક
સિંડિકેટ બેંકમાં અધિકારી સ્તર માટેની 1500 પોસ્ટ ખાલી છે.

આંધ્રા બેંક
આંધ્રા બેંકમાં અધિકારી સ્તરની 1484 પોસ્ટ ખાલી છે.

બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ ઇન્ડિયામાં 1473 જગ્યાઓ ખાલી છે.

ઇલાહાબાદ બેંક
ઇલાહાબાદ બેંકમાં 1450 જગ્યાઓ ખાલી છે.

પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંકમાં અધિકારી સ્તરની 1119 જગ્યાઓ ખાલી છે.

એસબીઆઇ પાંચ બેંકોમાં
એસબીઆઇ સહિતની પાંચ સહયોગી બેંકોની સાથે સાથે અલગ અલગ બેંકોમાં ક્લાર્ક સ્તરની ઓછામાં ઓછી 22, 347 જગ્યાઓ ખાલી છે.

બેંક ઓફ બરોડામાંક્લાર્ક સ્તરની ભરતી
બેંક ઓફ બરોડામાં સૌથી વધારે 3,615 જગ્યાઓ ખાલી છે.

ઇલાહાબાદ બેંક
આ ઉપરાંત ઇલાહાબાદ બેંકમાં 2627 જગ્યાઓ ખાલી છે.

સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર
સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરમાં 2500 જગ્યાઓ ખાલી છે.

પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંકમાં લગભગ 2200 જગ્યાઓ ખાલી છે.

બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ ઇન્ડિયામાં 1468 જગ્યાઓ ખાલી છે. જ્યારે ઉપકર્મચારી અને સબ સ્ટાફ સ્તરની સાર્વજનિક બેંકોમાં લગભગ 9881 જગ્યાઓ ખાલી છે.