For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધર ડેરીના દૂધમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

milk
નવી દિલ્હી, 27 મે: મધર ડેરીએ દિલ્હીમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયાનો વધારો કરવાની આજે જાહેરાત કરી હતી. દૂધના નવા ભાવ સોમવારથી જ લાગૂ થશે.

મધર ડેરીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફુલ ક્રીમ દૂધ 3 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ટોંડ સહિત અન્ય દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમત હવે 42 રૂપિયા થઇ જશે. ટોંડ દૂધનો ભાવ 32 રૂપિયા,ટોકન દૂધ 30 રૂપિયે લિટર અને ડબલ ટોંડ 28 રૂપિયા પ્રતિ લિટર હશે.

જો કે સ્કીમ્ડ દૂધના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પહેલાંની જેમ 22 રૂપિયે પ્રતિ લિટર મળશે. દિલ્હીની સૌથી મોટી દૂધ ડેરી મધર ડેરી દરરોજ 30 લાખ લિટર દૂધ વેચે છે.

મધર ડેરીએ કહ્યું હતું કે ખેડૂતોને મળતા ભાવમાં ગત વર્ષના મુકાબલે 10 ટકાનો વધારો થયો છે. આ સાથે વિજદર, પેટ્રોલિયમ કિંમત તથા અન્ય ખર્ચામાં વધારો થયો છે. તેના કારણે દૂધના ભાવ વધારવા જરૂરી થઇ ગયા હતા. નિવેદન મુજબ વ્યવહારુ કામગીરીને બનાવી રાખવા તથા દિલ્હીમાં વધતી જતી દૂધની માંગને પુરી કરવા માટે ભાવમાં વધારો કરવો જરૂરી બની ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અમૂલના દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો. કંપનીના અનુસાર તે ઉપભોક્તાઓ પાસેથી લેવામાં આવતા ભાવનો 75 થી 76 ટકા ભાગ ખેડૂતોને આપે છે.

English summary
Mother Dairy today announced an increase of up to Rs 3 per litre in milk prices in Delhi-NCR region from tomorrow, citing rise in input costs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X