સિદ્ધિ વિનાયક પહોંચ્યા મુકેશ-નીતા અંબાણી, દીકરા આકાશના લગ્નની કંકોત્રી અર્પી
મુકેશ અંબાણી અને તેમના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આકાશ 9 માર્ચ 2019ના રોજ બિઝનેસમેન રસેલ મેહતાની દીકરી શ્લોકા મહેતા સાથે મુંબઈમાં લગ્ન કરશે. મુકેશ, નીતા અને તેનો દીકરો અનંત અંબાણી લગ્ન પહેલા કંકોત્રી આપવા માટે સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા. અહીં તેમણે પૂજા કરી અને ઈશ્વરના આશિર્વાદ લીધા.

સિદ્ધિ વિનાયક પહોંચ્યા અંબાણી
આ દરમિયાન આકાશ અંબાણીના મા નીતા અંબાણીએ લાલ અને ગોલ્ડન કલરની કુર્તી પહેરી હતી. તેમણે સિલ્કનો દુપટ્ટો પણ ઓઢી રાખ્યો હતો. જ્યારે મુકેશ અને અનંત અંબાણી સફેદ શર્ટમાં જોવા મળ્યા. નીતા અને મુકેશ અંબાણીએ ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિનને પણ પોતાના દીકરા આકાશના લગ્નનું આમંત્રણ આપ્યું. અંબાણીએ તેમના નિવાસ સ્થાન પર તેમની સાથે મુલાકાત કરી હતી.

સિદ્ધિ વિનાયકને કંકોત્રી અર્પી
આકાશ અંબાણીનો લગ્ન સમારોહ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ચાલશે. જાણકારી મુજબ આકાશ અંબાણીની જાન સાંજે 3.30 વાગ્યે મુંબઈ સ્થિત જિયો સેન્ટર જશે. બીજા દિવસે 10 માર્ચે આકાશ અને શ્લોકાનું વેડિંગ સેલિબ્રેશન થશે. જે જિયો વર્લ્ડ સેન્ટરમાં જ આયોજિત કરવામાં આવશે. 11 માર્ચે વેડિંગ રિસેપ્શન હશે. જેમાં બંનેના પરિજનો અને નજીકના દોસ્તો સામેલ થશે. આ રિસેપ્શન પણ જિયો સેન્ટરમાં જ થશે.

અહીં મનાવશે બેચરલ પાર્ટી
એવા પણ અહેવાલ છે કે લગ્ન પહેલા આકાશ પોતાના મિત્રોને સ્વિત્ઝરલેન્ડમાં બેચલર પાર્ટી આપશે. જેમાં તેની નજીકના મિત્રો જ સામેલ હશે. આ પાર્ટી માટે આકાશ અંબણી જલદી જ સ્વિત્ઝરલેન્ડ જશે. આ પાર્ટી 23થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. રિપોર્ટ્સ મુજબ આકાશના બેચલરેટમાં બૉલીવુડના સેલેબ્સ પણ સામેલ તશે. રણબીર કપૂર અને કરણ જોહર પણ સ્વિત્ઝરલેન્ડ જશે. આ ખાસ બેચલર પાર્ટી સ્વિત્ઝરલેન્ડમાં St. Moritzમાં સેલિબ્રેટ કરવામાં આવશે.
CAGએ રાષ્ટ્રપતિને સોંપ્યો રાફેલ પર રિપોર્ટ, આજે સંસદમાં રજૂ થશે