For Quick Alerts
For Daily Alerts
મુકેશ અંબાણીની જાહેરાત, ભારતમાં 5G સર્વિસ આપશે રિલાયંસ જીયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43 મી એન્યુઅસ જનરલ મીટીંગ સભામાં (એજીએમ), કંપનીના અધ્યક્ષ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 5જી અંગે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે જિઓ ભારતમાં 5જી સેવા શરૂ કરશે. અંબાણીએ કહ્યું કે આ ટેકનોલોજી ભારતમાં સંપૂર્ણ તૈયાર કરવામાં આવી છે. સરકાર દ્વારા 5જી સ્પેક્ટ્રમની હરાજી સાથે તેનો અમલ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે જિઓ આગામી ત્રણ વર્ષમાં 50 કરોડ મોબાઇલ ગ્રાહકોને ઉમેરશે. આ તકનીકને આગામી વર્ષ સુધીમાં ક્ષેત્રમાં ઉપયોગ માટે તૈયાર કરી શકાય છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી વર્ચ્યુઅલ ઓનલાઇન એજીએમ દ્વારા ભારત, યુએસએ, યુકે, કેનેડા, જાપાન, હોંગકોંગ સહિત વિશ્વભરમાં ફેલાયેલા 26 લાખ શેરહોલ્ડરોને સંબોધન કરી રહ્યા છે.
રિલાયંસ ઇન્ડસ્ટ્રીની 43મી એન્યુઅલ જનરલ મીટીંગ, થઇ શકે છે મોટી જાહેરાત