For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણી એપિક ચેનલ શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

mukesh-ambani
મુંબઇ, 8 જુલાઇ : રિલાન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હેઠળની કંપનીઓની યાદીમાં હવે એક નવું નામ ઉમેરાવાની તૈયારી થઇ ચૂકી છે. મુકેશ અંબાણી પણ વેન્‍ચર કેપિટાલિસ્‍ટ બનવાની દિશામાં આગળ વધ્યા છે. તેમણે મીડિયામાં નવુ સાહસ કર્યુ છે જે ઓગષ્‍ટના મધ્‍યથી શરૂ થશે.

તેઓ 'એપિક ટીવી' નામની નવી ટેલિવિઝન પે ચેનલ શરૂ કરી રહ્યા છે જે પ્રિમિયમ મનોરંજન પે ચેનલ હશે. ભારતની આ પ્રથમ ચેનલ હશે જે ઇતિહાસ, લોકથાઓ અને પૌરાણિક કથાઓ લક્ષી કાર્યક્રમો આપશે. આ ચેનવલી રૂપરેખા ઓકટોબર 2012માં નક્કી થઇ હતી. એપિક ટીવીનું નેતૃત્‍વ વોલ્‍ટ ડિઝની કંપનીના ભુતપુર્વ ડાયરેકટર મહેશ સમટ સંભાળશે. જેમણે વોલ્‍ટ ડિઝનીમાં ચાર વર્ષની સેવા બાદ ગયા વર્ષે કંપની છોડી હતી.

રસપ્રદ વાત એ છે કે આ રોકાણમાં મહિન્‍દ્રા અને અંબાણી બંને 25.8 ટકા હિસ્‍સો ધરાવે છે અને સંયુકત રીતે નાણાકીય નિયંત્રણ ધરાવશે. તેમના રોકાણ અને અન્‍ય નાણાકીય વિગતો જાહેર થઇ નથી પરંતુ કેટલાક એન્‍જેલ ઇન્‍વેસ્‍ટર્સે રૂપિયા 100 કરોડના પ્રારંભિક રોકાણની પ્રતિબદ્ધતા આપી છે. બિઝનેશ અને વિસ્‍તરણ યોજના પ્રમાણે આ રકમ વધી શકે છે. કંપની રજીસ્‍ટ્રાર સમક્ષ થયેલા ફાઇલિંગ પ્રમાણે સમટ પણ આ સાહસમાં 48.5 ટકા હિસ્‍સો ધરાવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચેનલ અલગ પ્રકારની હશો. તેના માટે છ શો તૈયાર થઇ ગયા છે. તેના મુખ્‍ય શો પૈકી એક શો શેરલોક હોમ્‍સ જેવો જાસુસી પ્રકારનો હશે. તો અન્ય એક શૉને મોગલ યુગ પરની પૃષ્‍ઠભૂમિકામાં તૈયાર કરાયો છે.

English summary
Mukesh Ambani will Launch Epic Channel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X