• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુકેશ અંબાણીના દીકરી ઇશા અંબાણી મેકેન્સીમાં જોડાયા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 એપ્રિલ : દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસ મેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીએ અમેરિકન કંપની મેકેન્ઝીને કન્સલ્ટન્ટ તરીકે જોઇન કરી છે. આ વાતને બે સૂત્રોએ સમર્થન આપતા જણાવ્યું છે કે ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મની સાથે ઇશાનું જોઇનિંગ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઇશાની એન્ટ્રી માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપ હોઇ શકે છે. આ બાબત અંગે જ્યારે રિલાયન્સ ગ્રુપને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર 22 વર્ષની ઇશા પોતાના પિતાના બિઝનેસમાં ખૂબ રસ ધરાવે છે. માનવામાં આવે છે કે તેઓ રિલાયન્સ ગ્રુપમાં એન્વાયર્નમેન્ટ સંબંધિત મુદ્દાઓ પર કામ કરી રહી છે. ઇશાએ સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝ જેવા વિષયોની સાથે વર્ષ 2013માં યેલ યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પુરું કર્યું છે.

ત્યાર બાદ પાછલા વર્ષે તેઓ મુંબઇમાં યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 39મી વાર્ષિક સામાન્સ સભામાં પોતાના પિતા મુકેશ અંબાણી સાથે હાજર રહી હતી. તે સમયે જ અટકળો શરૂ થઇ હતી કે અંબાણી પરિવારની નવી પેઢી ટૂંક સમયમાં કંપની જોઇન કરી શકે છે.

પિયાનો વગાડવાનો શોખ ધરાવતી ઇશા 16 વર્ષની ઉંમરમાં પ્રથમવાર ચર્ચામાં આવી હતી. તે સમયે ફોર્બ્સે તેમને દુનિયાના સૌથી યુવા અરબપતિ ઉત્તરાધિકારીઓની યાદીમાં બીજા સ્થાને રાખી હતી.

ઇશાના જુડવા ભાઇ આકાશ અંબાણીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અન્ડર ગ્રેજ્યુએશન પુરું કર્યું છે. તેઓ પોતાના ફેમિલી બિઝનેસમાં ઇન્ટર્નશિપ માટે પાછલા વર્ષે ભારત પરત ફર્યા હતા. હાલ તેઓ રિલાયન્સની કોમ્યુનિકેશન કંપની રિલાયન્સ જિયોમાં ડિસીઝન મેકિંગ ટીમમાં સામેલ છે. તેમના નાના ભાઇ અનંત અંબાણી અમેરિકામાં હાયર એજ્યુકેશન મેળવી રહ્યા છે.

English summary
Mukesh Ambani's daughter Isha joins Mckinsey preparation for role in RIL.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X