MUST READ: નોકરી છોડ્યાની સાથે ન ઉપાડો PF ના પૈસા, નુકશાન થશે
નોકરી કરતા લોકો માટે પીએફ એકાઉન્ટ ફરજિયાત છે. પીએફ એકાઉન્ટમાં જમા કરાયેલ નાણાં તમારા ભવિષ્યને સુરક્ષિત કરે છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ ઘણી વખત સારી ઓફર મળવા પર નોકરીઓ બદલતા હોય છે. લોકો વધુ પૈસા કમાવાના ચક્કરમાં તેમની નોકરી બદલતા રહે છે. આવામાં, જો તમે પણ નોકરી બદલવા સાથે તમારા પીએફના પૈસા ઉપાડી લો છો તો, આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે.
હવે નોકરી બદલતી વખતે PF ટ્રાન્સફર કરવા માથાકુટ નહિ કરવી પડે

PF એકાઉન્ટ ધારકો માટે ખાસ સમાચાર
ઘણા એમ્પ્લોયરો તેમના પીએફના પૈસાને નોકરી બદલાની સાથે તરત જ ઉપાડી લે છે. જો તમે આવી ભૂલ કરો છો, તો આ સમાચાર તમારા માટે વિશેષ છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે નોકરી પછી પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી લેવી તે તમારા માટે નુકશાનનો સોદો થઈ શકે છે.

આ ભૂલ ફરી ન કરો
નોકરી બદલવા સાથે પીએફના પૈસા તરત ઉપાડીને તમારી પેન્શન યોજનાને પણ નુકસાન કરો છો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નોકરી છોડ્યા પછી તરત જ પીએફના પૈસા ઉપાડવા સમજદારી નથી. જ્યારે તમને તેની ખુબ જ જરૂરિયાત હોય ત્યારે જ તેને ઉપાડો. તમે ભલે નોકરી છોડી દીધી હોય, પરંતુ તમારા પીએફ પર વ્યાજ મળતું રહે છે. તમે તમારા જૂના પીએફ એકાઉન્ટને નવી કંપની સાથે સ્થાનાંતરિત કરાવી શકો છો.

વ્યાજ મળતું રહે છે
જો તમે નોકરી બદલ્યા પછી જૂની કંપનીની પીએફ રકમને નવીમાં સ્થાનાંતરિત કરાવી લો છો તો તેને સેવાની નિરંતરતા માનવામાં આવશે. આમ કરવાથી તમારા પેન્શનમાં કોઈ અડચણ આવતી નથી. એટલું જ નહીં જો તમે નિવૃત્તિ પછી પણ પીએફના પૈસા ઉપાડતા નથી તો, તમને 3 વર્ષ સુધી વ્યાજ મળશે. 3 વર્ષ પછી તમારું પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય ગણવામાં આવે છે.