For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુથૂટ ફાઇનાન્સ NCDs : 11.25 ટકા વ્યાજ પર નાણા રોકવાની સ્માર્ટ તક

|
Google Oneindia Gujarati News

આ વર્ષે એટલે કે ઓગસ્ટ 2014માં પોતાના એનસીડીસ (NCDs) બંધ કરનાર મુથૂટ ફાઇનાન્સ ફરી એકવાર NCDs લઇને આવ્યું છે. ઓગસ્ટમાં વ્યક્તિ 11.50 ટકા વ્યાજ મેળવી શકતી હતી. જો કે ઓક્ટોબરમાં તેમાં થોડો ઘટાડો થયો છે. હવે તેના પર 11.25 ટકા વ્યાજ મળી રહ્યું છે.

ઓક્ટોબર 2014માં મુથૂટ ફાઇનાન્સની વિગતો
1. આ ઇશ્યૂ 19 નવેમ્બરે શરૂ થાય છે અને 18 ડિસેમ્બર, 2014ના રોજ પૂરો થાય છે.
2. NCDs ક્યુમુલેટિવ અને નોન ક્યુમુલેટિવ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
3. ICRA દ્વારા તેને -AA રેટિંગ આપવામાં આવ્યું છે. જે ઉંચી સુરક્ષા દર્શાવે છે.
4. આ બોન્ડ બીએસઇ પર લિસ્ટેડ થયા છે. જેના કારણે રોકાણકાર તેની ખરીદ અને વેચાણ કરી શકે છે.

personal-finance-investment-23

મુથૂટ ફાઇનાન્સ NCD પર વ્યાજના દર
a) માસિક આવક યોજના

માસિક આવક યોજના હેઠળ 10.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. આ વ્યાજ 24 મહિનાના NCDs પર છે. જ્યાપે 36 મહિના માટેની NCDs પર 11 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. જ્યારે 60 મહિના પર 10.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે.

b) વાર્ષિક વિકલ્પ
વાર્ષિક વિકલ્પ હેઠળ 24, 36 અને 60 મહિનાઓ માટે અનુક્રમે 11 ટકા, 11.25 ટકા અને 11 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે.

c) ક્યુમુલેટિવ વિકલ્પ
ક્યુમુલેટિવ વિકલ્પમાં જો આપ રૂપિયા 1000 રોકશો તો 24 મહિને આપને રૂપિયા 1227 રૂપિયા મળશે. 26 મહિના માટે આપને રૂપિયા 1368 મળશે. 60 મહિના માટે રૂપિયા 1000 રોકશો તો આપને રૂપિયા 1685 મળશે.

d) 400 દિવસનો વિકલ્પ
400 દિવસના વિકલ્પમાં રૂપિયા 1000ના રોકાણ પર રૂપિયા 1113 મળે છે.

English summary
Muthoot Finance NCDs: Super Chance to Lock Money @11.25 Per Cent Interest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X